________________
અધ્યાત્મસાર ભાષાંતર. સપ્તમ- ટીકર્થ_વિશ્રામ રહિત ભ્રમણ કરતા અને મને હર એટલે પ્રભાવડે દેદીપ્યમાન સૂર્યાદિક પ્રહસમૂહના ઉષ્ણ કિરણ વડે સંતાપ પામેલે મેરૂ પર્વત જે ગુરૂમહારાજની કીર્તિના-યશવાદના વિસ્તારનું ગાન કરવામાં–મધુરસ્વર વડે ગીતપ્રબંધના વનિથી આલાપ કરવામાં એકાગ્રપણે તૈયાર થયેલી દેવાંગનાઓના સમૂહવડે થતા કેલાહલથીઉંચા ધ્વનિથી અત્યંત-ઘણા તરંગોના સમૂહવડે લેભ પામેલી સ્વર્ગ ગંગામાંથી પડેલા-પ્રવાહરૂપે ઝરેલા યશના વિસ્તારરૂપ જળપ્રવાહવડે ક્ષાલિત થયે છતે પ્રતિદિન શીતળતાને પામે છે, તે પૂર્વોક્ત કીર્તિના ભાજનરૂપ અને પુરૂષના સમાજમાં અગ્રેસર એવા નયવિજય નામના પંડિત મુનીશ્વર પિતાના યશવડે શોભે છે. ૬૦
હવે આ પ્રકરણને ઉપસંહાર કરે છે – चक्रे प्रकरणमेतत्तत्पदसेवापरो यशोविजयः। अध्यात्मधृतरुचीनामिदमानन्दावहं भवतु ॥ ६१ ॥ મૂલાઈ–તે ગુરૂના ચરણની સેવા કરવામાં તત્પર યશવિજય આ પ્રકરણ રચ્યું છે. આ પ્રકરણ અધ્યાત્મને વિષે જેની રૂચિ રહેલી છે એવા પુરૂષને આનંદદાયક થાઓ. ૬૧.
ટીકાળું–તે ગુરૂ શ્રી નયવિજય પંડિતના ચરણની સેવા કરવામાં તત્પર-ઉદ્યમવંત એવા યશવિજય નામના તેમના શિખે આ અધ્યાત્મસાર નામનું પ્રકરણ (ગ્રંથ) રચેલ છે. આ પ્રકરણ ગ્રંથના આરંભથી અંત સુધી. પૂર્વે કહેલા અધ્યાત્મના વિષયમાં જેમની શ્રદ્ધા અથવા પ્રીતિ નિવેશિત થઈ છે એવા પુરૂષોને સ્વાભાવિક પરમાનંદને વહન કરનાર થાઓ. ૬૧.
રૂતિ પ્રાપ્તિ
इति श्रीमहोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्यमुख्यपंडितश्रीलाभविजयगणिशिष्यमुख्यपंडितश्रीजीतविजयगणिसतीर्थ्यमुख्यपंडितश्रीनयविजयगणिचरणकमलचंचरीकेण पंडितश्रीपद्मविजयगणिसहोदरेण पंडितनीयशोविजयेन विरचितेऽध्यात्मसारप्रकरणे सप्तमः प्रबन्धः॥
Aho ! Shrutgyanam