________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ૧૪
आत्मीयानुभवाश्रयार्थविषयोऽप्युच्चैर्यदीयः क्रमो म्लेच्छानामिव संस्कृतं तनुधियामाश्चर्यमोहावहः । व्युत्पत्तिप्रतिपत्तिहेतुविततस्याद्वादवाग्गुंफितं तं जैनागममाकलय्य न वयं व्याक्षेपभाजः क्वचित् ॥ २०८ ॥ મૂલાથે—પોતાના અનુભવના આશ્રય જ જેના અર્થના વિષય છે એવા પણુ જે જિનાગમના ઉચ્ચ ક્રમ તે મ્લેને સંસ્કૃત ભાષાની જેમ અપ બુદ્ધિવાળાને આશ્ચર્ય તથા માહ ઉત્પન્ન કરનાર છે. તેવા વ્યુત્પત્તિ, પ્રતિપત્તિ, હેતુ અને વિસ્તારવાળા સ્યાદ્નાદની વાણીથી રચાયેલા જિનાગમને જાણીને અમે કોઇપણ ઠેકાણે ક્યાક્ષેપને ભજનારા થતા નથી. ૨૦૮.
૩૦
ટીકાથે—તે એટલે જેના ગુણે હમણાં કહેવામાં આવશે એવા જિન સિદ્ધાન્તને જાણીને જિનાગમના આશ્રયવાળા અમે કોઇપણ મતમાં વ્યાક્ષેપને ભજનારા એટલે નિશ્ચય રહિત અને મૂઢતાને ભજનારા થતા નથી. તે જિનાગમ કેવા છે? તે કહે છે,—કે જે જિનાગમ વ્યુત્પત્તિ એટલે તાત્પર્યાર્થ અથવા શબ્દની વસ્તુના સારને ધ કરનારી શક્તિ, પ્રતિપત્તિ એટલે કર્તવ્યનું જ્ઞાન અથવા ઘટિત અર્થની પ્રાપ્તિ, હેતુ એટલે સાધ્ય વસ્તુને સાધનારૂં કારણુ–સાધન તથા વિસ્તારવાળા સ્યાદ્વાદ એટલે નિત્યાનિત્યાદિક અનેકાંત વાદ, આ સર્વ પ્રકારની વાણીવડે રચાયેલા છે; તથા જે આગમના પૂર્વાપર અનુક્રમ આત્માના અથવા પોતાના અનુભવ એટલે ભ્રાંતિરહિત જ્ઞાન, એજ આશ્રય એટલે પ્રતીતિને પ્રતિપાદન કરનાર સંબંધરૂપ જ અર્થ વિષય છે. એવા હેાવાથી મ્લેચ્છાને એટલે વાઘરી, ભિન્ન વિગેરેને સંસ્કૃત ભાષાની જેમ અપ બુદ્ધિવાળાને અત્યંત ચમત્કાર અને વિમ્મૂઢતા કરનાર છે. ૨૦૮.
આવા જૈન શાસન ઉપર જેને દ્વેષ હાય છે, તેને પરિણામે કટુ ફળ પ્રાપ્ત થાય છે, તે કહે છે.--
मूलं सर्ववचोगतस्य विदितं जैनेश्वरं शासनं तस्मादेव समुत्थितैर्नयम तैस्तस्यैव यत्खंडनम् । एतत्कश्चन कौशलं कलिमलच्छन्नात्मनः स्वानितां शाखां छेत्तुमिवोद्यतस्य कटुकोदर्काय तर्कार्थिनः ॥ २०९ ॥
Aho ! Shrutgyanam