________________
પ્રબંધ.]. આત્મજ્ઞાનાધિકાર.
૪૦૧ ઉપચારથી કહીએ તે આ પૂર્વે કહેલું પણ યોગ્ય છે. તે વાત બે લેકવડે કહે છે –
तीर्थकृन्नामहेतुत्वं यत्सम्यक्त्वस्य वर्ण्यते। यच्चाहारकहेतुत्वं संयमस्यातिशायिनः ॥ १४६ ॥ तपःसंयमयोः स्वर्गहेतुत्वं यच्च पूर्वयोः। उपचारेण तद्युक्तं स्याघृतं दहतीतिवत् ॥ १४७॥
મૂલાર્થિ–સમક્તિને જે તીર્થંકર નામ કર્મનું હેતુપણું કહેવામાં આવે છે, અતિ ઉત્કૃષ્ટ એવા સંયમને જે આહારકનું હેતુપણું કહેવામાં આવે છે, તથા પ્રથમના તપ અને સંયમને જે સ્વર્ગનું હેતુપણું કહેવામાં આવે છે, તે ઘી બળે છે એમ કહેવાની જેમ ઉપચારવડે યુક્ત છે. ૧૪૬-૧૪૭.
ટીકાથે-સમ્યકત્વને એટલે મેક્ષને સાધનાર એવા સમ્યગ દર્શનને જે તીર્થકર નામકર્મનું હેતુપણું એટલે તીર્થકર નામકર્મને ઉપાર્જન કરવાનું મુખ્યપણું કહેવામાં આવે છે, અતિશાયી એટલે ચૌદપૂર્વ સંબંધી ચારિત્રને જે આહારકનું હેતુપણું એટલે આહારક શરીર કરવાના ફળવાળી લબ્ધિનું કારણુપણું કહેવામાં આવે છે, તથા વીતરાગ સંયમથી પૂર્વકાળે થનારા તપ અને ચારિત્રને જે સ્વર્ગનું હેતુપણું એટલે દેવગતિ નામકર્મના બંધનું કારણુપણું કહેવામાં આવે છે, તે સર્વ ઉપચારવડે-આપવડે યુક્ત-સંગત છે. કેની જેમ? તે કહે છે. જેમ લેકમાં અગ્નિ બળતા છતાં ઘી બળે છે એમ કે બોલે છે, તે જ પ્રમાણે મેલના હેતુરૂપ સમકિત અને ચારિત્રને જે શુભ બંધના હેતુરૂપ કહેવા તે ઉપચારથી જ કહેવાય છે. ૧૪૬–૧૪૭,
ત્યારે નિશ્ચયવડે આશ્રવ અને સંવર કયા? તેવી આશંકાપર કહે છે – येनांशेनात्मनो योगस्तेनांशेनाश्रवो मतः । येनांशेनोपयोगस्तु तेनांशेनास्य संवरः ॥ १४८ ॥
મૂલાર્થ-જે અંશે કરીને આત્માને વેગ છે, તે અંશે કરીને તેને આશ્રવ કહે છે. અને જે અંશે કરીને તેને ઉપગ છે, તે અંશે કરીને તેને સંવર છે. ૧૪૮.
ટીકાર્ય–જે પ્રવૃત્તિરૂપ પરિણામવાળા અંશે કરીને-વિભાગે કરીને આત્માને ગ–કમની સાથે સંબંધ હોય છે, તે અંશવડે કરીને-પરિણમના વિભાગવડે કરીને તે આત્માને જ આશ્રવરૂપ કહ્યો છે. તથા જે
૫૧
Aho! Shrutgyanam