SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ભાષાંતર વસ્તુને સ્પર્શ કરવાપણું હોવાથી જ્યાં સુધી અનંજનપ્રથા ન હોય ત્યાં સુધી શુભ કલ્પના ન્યાય યુક્ત છે. ૧૨૯. ટીકાઈ–ચંદ્રકાંત વિગેરે મણિની કાંતિને વિષે જે મણિનું જ્ઞાન એટલે “આ મણિ છે એવી બુદ્ધિ તે સત્ય જ્ઞાન કહેવાય છે. આ ન્યાયવડે-દષ્ટાંતવડે વસ્તુના ધમેને ગ્રહણ કરવાપણું હોવાથી શુભકલ્પના એટલે સ્તુતિ વિગેરે કરવાને સંકલ્પ ન્યાપ્ય એટલે યુક્તિયુક્ત છે. શુદ્ધ સ્વરૂપનું પિતાના આત્મસ્વરૂપને વિષે જે પ્રતિબિંબ પડવું તે અંજન કહેવાય છે. તે અંજનની પ્રથા એટલે પ્રસિદ્ધિ ન હોય તે અનંજન-. પ્રથા કહેવાય છે. આ અનંજન પ્રથા જ્યાં સુધી ન હોય, ત્યાં સુધી તે શુભ કલ્પના યુનિયુક્ત છે. ભાવાર્થ એ છે કે–ભગવાનના અતિશનું આત્યંતર સ્વરૂપ જોઈને અથવા જાણીને પછી તેનું અવલંબન કરીને ભગવાનનું જે વર્ણન કરવું, તે જિનેશ્વરના ગુણેને અનુસરતું હેવાથી યુક્ત-ગ્ય સ્તુતિરૂપ છે, અને સમવસરણ વિગેરે જેઈને મુખ્ય જિનનું જે વર્ણન કરવું તે તેના ગુણને સ્પર્શ નહીં કરવાથી અનંજન પ્રથા છે. ૧૨૯. પુણ્યપાપ થકી આત્માના ભિન્નપણને ઉપસંહાર કરે છે – पुण्यपापविनिर्मुक्तं तत्त्वतस्त्वविकल्पकम् । नित्यं ब्रह्म सदा ध्येयमेषा शुद्धनयस्थितिः ॥ १३०॥ મૂલાર્થ–પુણ્યપાપથી રહિત, તત્ત્વથી વિકલ્પ રહિત તથા નિત્ય એવા બ્રહાનું સર્વદા ધ્યાન કરવું, એ શુદ્ધનયની સ્થિતિ છે. ૧૩૦. ટીકાર્થ–પુણ્યપાપથી સર્વથા રહિત, તત્ત્વથી-વાસ્તવિક રીતે વિકલ્પરહિત અને નિત્ય એટલે સનાતન સ્વભાવવાળા બ્રહ્મનું એટલે ઉપાધિ રહિત ચૈતન્યનું સર્વદા ધ્યાન કરવું એ શુદ્ધ નયની સ્થિતિ છે એટલે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના મતની મર્યાદા છે. ૧૩૦. હવે આશ્રવ અને સંવર થકી આત્માનું ભિન્નપણું કહે છે – आश्रवः संवरश्चापि नात्मा विज्ञानलक्षणः । यत्कर्मपुद्गलादानरोधावाश्रवसंवरौ ॥ १३१॥ મુલાથે–આત્મા એ આશ્રવ અને સંવરરૂપ પણ નથી. કારણ કે આત્મ વિજ્ઞાનના લક્ષણવાળે છે, અને આશ્રવ તથા સંવર કર્મ પુદગળના ગ્રહણ અને નિરોધ રૂપ છે. ૧૩૧. ટીકાર્થ આત્મા આશ્રવરૂપ એટલે નવા કમને ગ્રહણ કરવા રૂ૫ તથા સંવરરૂપ એટલે નવા કર્મને નિરોધ કરવાના ઉપાયરૂપ નથી. Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy