________________
આત્મજ્ઞાનાધિકાર.
कल्पनामोहितो जन्तुः शुक्लं कृष्णं च पश्यति । तस्यां पुनर्विलीनायामशुक्लाकृष्णमीक्षते ॥ १२२ ॥ ભૂલાથે—કલ્પનાથી મોહ પામેલા પ્રાણી શુલ અને કૃષ્ણને જુએ છે, પણ તે કલ્પનાના લય ( નાશ) થવાથી અશુકલ અને અકૃષ્ણને જુએ છે. ૧૨૨.
ટીકાથે—કલ્પનાથી મોહ પામેલો એટલે રાગાદિકની ચેાનાવડે વ્યાકુળ થયેલા પ્રાણી શુકલ–ઉજવળ અને કૃષ્ણ-મેલથી મલિનને જુએ છે. પણ તે કલ્પના નાશ પામવાથી વીતરાગી પુરૂષ અશુકલ અને અકૃષ્ણ એટલે વર્ણથી રહિત શુદ્ધ સ્વરૂપને જુએ છે. ૧૨૨. હવે સ્તુતિનું સ્વરૂપ દેખાડવા પૂર્વક પુણ્યપાપથી આત્માની ભિન્નતા કહે છે.~~
પ્રબંધ ]
૩૧
तद्ध्यानं सा स्तुतिर्भक्तिः सैवोक्ता परमात्मनः । पुण्यपापविहीनस्य यद्रूपस्यानुचिन्तनम् ॥ १२३ ॥ મૂલાથે—પુણ્ય પાપ રહિત એવા જે આત્મસ્વરૂપનું ચિંતવન કરવું, તે જ પરમાત્માનું ધ્યાન, તે જ સ્તુતિ અને તે જ ભક્તિ કહેલી છે. ૧૨૩.
ટીકાથે—પરમાત્માનું એટલે સત્ય બ્રહ્મરૂપ આત્માનું આગળ કહેવાશે તે જ ધ્યાન–એકાગ્ર પ્રણિધાન જાવું, તથા હમણાં કહેવાશે તે જ સ્તુતિ જાણવી, તથા હમણાં કહેવાશે તે જ તેની ભક્તિ જાણવી. આ ત્રણે કહ્યાં તે શું? તે કહેછે કે જે પુણ્યપાપના સંબંધ રહિત સ્વરૂપનું એટલે પરમ નિરંજન સ્વભાવવાળા ચિદાનંદ આત્મસ્વરૂપનું હૃદયમાં ચિંતવન કરવું, તે જ તે સર્વ જાણવું. ૧૨૩. शरीररूपलावण्यवप्रच्छत्रध्वजादिभिः ।
वर्णितैर्वीतरागस्य वास्तवी नोपवर्णना ॥ १२४ ॥ મૂલાથે—વીતરાગના શરીર, રૂપ, લાવણ્ય, વત્ર, છત્ર અને ધ્વજ વિગેરેનું વર્ણન કરવાથી વાસ્તવિક પ્રશંસા થતી નથી. ૧૨૪.
ટીકાર્થ—વીતરાગનું એટલે જિનેશ્વરનું મળ અને પરસેવાથી રહિત શરીર, ગાયના દૂધ જેવું ઉજ્જ્વળ રૂધિર, સુગંધી માંસવાળેા દેહ, સુરવરાએ સમગ્ર શક્તિથી નિર્માણ કરેલા અંગ્રેજી માત્ર રૂપથી અનંત ગણું સુંદર રૂપ અને સુવર્ણાદિકથી વ્યાપ્ત હોય તેવી સમચતુરસ આકૃતિ, પાતાના દેહના ભામંડળે કરીને સૂર્યની પ્રભાને પણ તિરસ્કાર કરનારૂં લાવણ્ય, મણિમય, સુવર્ણમય અને રૂપામય ત્રણ પ્રકારવડે
Aho! Shrutgyanam