________________
અધ્યારમાર શાપસર. [૫y* ભૂલાયે–તે કર્મને ગ્રહણ કરવામાં આત્મા વ્યાપારિવાબ નથી. પરંતુ રોગ અને દ્વેષના પરિણામને ઉત્પન્ન કરતે સતે તે નિમિત્તે પરિણામ પામતા કર્મને ગ્રહણ કરનાર રાગાદિક કરવામાં વ્યાપારવાળા હોય છે. ૧૧૪.
ટીકર્થ આત્મા તે કર્મદલિકને ગ્રહણ કરવામાં વ્યાપારવાળેપ્રવૃત્તિમાન નથી. પરંતુ રાગ અને દ્વેષના પરિણામને પિતાને વિષે ઉત્પન્ન કરતું રહે છે. એટલે તે રાગ દ્વેષના પરિણામને નિમિત્તે પરિશુભ પામેલા અભિનવ કર્મને ગ્રહણ કરનારા રાગાદિક ઉત્પન્ન કરવામાં વ્યાપારવાળે થાય છે તેથી તેને કર્મબંધ થાય છે. ૧૧૪.
वारि वर्षन् यथांभोदो धान्यवर्षी निगद्यते । __ भावकर्म सृजनात्मा तथा पुद्गलकर्मकृत् ॥ ११५ ॥
મૂલાથે–જેમ પાણુને વરસાવનાર મેઘ ધાન્યને વરસાવનારકહેવાય છે, તેમ ભાવકર્મને ઉત્પન્ન કરતે આત્મા પુનિક કમેને કરનાર કહેવાય છે. ૧૧૫. 1 ટીકાર્ય–જેમ મેઘ જળની વૃષ્ટિ કરતાં છતાં પણ ધાન્યની વૃષ્ટિ કરનાર કહેવાય છે એટલે કે ઉપચારથી તેને ધાન્યની વૃષ્ટિ કરનાર કહે છે, તે જ પ્રકારે આત્મા ભાવકને એટલે રાગ દ્વેષાદિક પરિણમના ઉપગને કરનાર છે છતાં તે પુદ્ધાળકને એટલે દ્રવ્યકમેને ઉ. ત્પન્ન કરનાર છે એમ વ્યવહારને જાણનારાઓ ઉપચારથી કહે છે. ૧૧૫.
આ પ્રમાણે જુસૂત્ર નયને મત કો. હવે નૈગમ તથા વ્યવહાર નય કહે છે
नैगमव्यवहारौ तु ब्रूतः कर्मादिकर्तृताम् । व्यापारः फलपर्यन्तः परिदृष्टो यदात्मनः ॥११६ ।।
મૂલાર્થ નૈગમ નય અને વ્યવહાર નય આત્માને કર્માદિકનું કર્તાપણું કહે છે. કારણ કે આત્માને વ્યાપાર ફળ પર્યત જોયેલે છે. ૧૧૬.
ટીકાથું–નગમ અને વ્યવહાર નામના વિશેષને ગ્રહણ કરવાપણે કરીને પરસ્પર તુલ્ય એવા બન્ને ન જીવને જ્ઞાનાવરણદિક દ્રવ્યકર્મ તથા ગામ, નગર, દેહ વિગેરેના કર્તાપણે કહે છે. કારણ કે આત્માને વ્યાપાર ફળપર્યત એટલે ક્રિયા કરવાથી થનારા કાર્યપર્યત અર્થાત્ કાર્ય સિદ્ધ થાય ત્યાંસુધી નૈગમ અને વ્યવહાર નએ નિશ્ચ કરીને જે છે. અર્થાત તે ન એમ માને છે કે આત્મા જ્યાં સુધી મોક્ષે જાય ત્યાં સુધી તે વ્યાપાર કરે છે. ૧૧૬.
Aho! Shrutgyanam