________________
૭૮૬
અધ્યાત્મસાર ભાષાંતર. ટીકાર્ય–વળી કેવળ આત્માને વિષે રહેલા ભાવથી. એટલે પરિણામથી અથવા વિકલ્પથી દાન અને ચોર્ય નિમિત્તભૂત છતે અનુગ્રહ એટલે શુભાનુબંધ અને ઉપઘાત એટલે અશુભાનુબંધ થાય છે. તેમાં પરને એટલે પોતાથી વ્યતિરિક્તને પરની અપેક્ષા એટલે બીજાની આકાંક્ષા હેતી નથી. ૧૮.
તેનું ફળ દેખાડે છે – पराश्रितानां भावानां कर्तृत्वाद्यभिमानतः। कर्मणा बध्यतेऽज्ञानी ज्ञानवांस्तु न लिप्यते ॥ १०९॥
મૂલા–પરને આશ્રિત એવા ભાવના કર્તાપણાદિકના અભિમાનથી અજ્ઞાની પ્રાણું કર્મવડે બંધાય છે, પણ રાની પુરૂષ તેથી લેપાત નથી. ૧૦૯.
ટીકાર્થ–પરને એટલે પિતાથી વ્યતિરિક્ત પુદ્ધળાદિકને આશ્રિત રહેલા ભાવેનું એટલે પર્યાનું અર્થાત તેનાથી ઉત્પન્ન થયેલા કાર્યોનું કર્તાપણું, ભક્તાપણું વિગેરેના અભિમાનથી એટલે “હું કરું છું, હું ભેગવું છું” એવી બુદ્ધિથી અજ્ઞાની-તત્ત્વના બોધરહિત જીવ પાપાદિ કર્મ કરીને બંધાય છે. બાકી જ્ઞાની તે એટલે “માત્ર આત્માના જ સ્વભાવને હું કત છું” એ પ્રમાણે તત્વને જાણનાર પુરૂષ તે તેથી લેપાતું નથી એટલે તે કર્મવડે બંધાતું નથી. ૧૦૯.
ફરીને કર્તાપણાને નિષેધ કરે છે – कतैवमात्मा नो पुण्यपापयोरपि कर्मणोः। रागद्वेषाशयानां तु कर्तेष्टानिष्टवस्तुषु ॥ ११० ॥
મુલા–આ પ્રમાણે આત્મા પુણ્ય પાપરૂપ કર્મને પણ કર્તા નથી; પરંતુ ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુને વિષે રાગ અને દ્વેષના પરિણામને કર્તા છે. ૧૧૦.
ટીકાર્થ–આ પ્રમાણે એટલે પૂર્વે કહ્યા પ્રમાણે જીવ પુણ્ય પાપ એટલે શુભ અશુભ રૂપ કર્મને પણ કર્તા નથી, અકર્તા છે. પરંતુ ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુને વિષે એટલે પ્રિય તથા અપ્રિય પદાર્થને વિષે રાગ અને દ્વેષના પરિણામને કર્તા છે. ૧૧૦.
रज्यते द्वेष्टि वार्थेषु तत्तत्कार्यविकल्पतः ।
आत्मा यदा तदा कर्म भ्रमादात्मनि युज्यते ॥ १११ ॥ મૂલાર્થ –જ્યારે આત્મા તે તે કાર્યના વિકલ્પથી પદાર્થોને વિષે
Aho ! Shrutgyanam,