________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ sg=
ટીકાથ—ઉત્પત્તિ અને નાશ ધર્મવાળા તથા ભિન્ન એટલે કાળના ક્રમે કરીને પૃથક પૃથક્ સ્વભાવવાળા મનુષ્ય, નારકી, તિર્યંચ અને દેવગતિરૂપ પર્યાયવડે ઉત્પત્તિ અને નાશ પામતાં છતાં પણ નિરંતર ધ્રુવસત્તારૂપે સંબંધવાળું આત્મદ્રવ્ય-જીવરૂપ દ્રવ્ય એકપણાના એટલે ચૈતન્ય જાતિના સમાનપણાથી ઉત્પન્ન થયેલી એકતાના ત્યાગ કરતું નથી. ૨૩.
૩૫૦
પર્યાયની ઉત્પત્તિ અને વિનાશ છે તે પણ તેનું એકપણું દૃષ્ટાંતવડે સિદ્ધ કરે છે.
यथैकं हेम केयूरकुंडलादिषु वर्तते ।
नृनारकादिभावेषु तथात्मैको निरञ्जनः ॥ २४ ॥ મલાર્થ—જેમ એકજ સુવર્ણ કેયૂર અને કુંડળ વિગેરેમાં વર્તે છે, તેમ એકજ નિરંજન આત્મા મનુષ્ય અને નારકી વિગેરે ભાવા (પદાર્થો)ને વિષે વર્તે છે. ૨૪.
ટીકાર્ચ—જેમ એક એટલે જાતિવડે ભેદરહિત એવું સુવર્ણ, કેયૂર-આજુબંધ અને કુંડલ-કાનના ભૂષણેા તથા હાર, મુગટ વિગેરે નાના પ્રકારના આભરણાને વિષે રહેલું છે, તેજ પ્રકારે મનુષ્ય, નારકી વિગેરે જન્મને વિષે વર્તતા નિરંજન-કર્મલેપ રહિત આત્મા એકજ સ્વરૂપવાળા છે. ૨૪.
શંકા—ત્યારે તે પર્યાયેા કેાના કહેવા? તે શંકાની નિવૃત્તિ માટે કહે છે.—
कर्मणस्ते हि पर्याया नात्मनः शुद्धसाक्षिणः ।
कर्म क्रियास्वभावं यदात्मात्वजस्वभाववान् ॥ २५ ॥ મૂલાથે—તે પર્યાયે કર્મનાજ છે, પણ શુદ્ધ સાક્ષીરૂપ આત્માના નથી. કારણ કે કર્મ એ ક્રિયાના સ્વભાવવાળું છે, અને આત્મા તે અજન્મા સ્વભાવવાળા છે. ૨૫.
ટીકાથે—તે નર, નારક વિગેરે પર્યાયો-જન્માદિક ભાવા કનૈનાજ છે એટલે કર્મના સ્વભાવથી ઉત્પન્ન થયેલા છે. પણ શુ એટલે કર્મરહિત અને સાક્ષીભૂત એટલે કર્માદિકની ક્રિયાને જાણનાર જીવના નથી. કારણ કે જ્ઞાનાવરણાદિક કર્મ ક્રિયાના સ્વભાવવાળા એટલે પ્રવર્તનાદિક વ્યાપારવાળા છે, અને આત્મા તે અજન્મના સ્વભાવવાળે છે. ૨૫. શંકા...કેવળ પરમાણુએ કરીને જન્મ શી રીતે થાય? તે શંકાપર કહે છે.—
Aho! Shrutgyanam