________________
પ્રબંધ. ]
ધ્યાનાધિકાર. .
શ
નિવૃત્તિ નામનું એટલે ઉચ્છ્વાસ નિ:શ્વાસરૂપ માત્ર કાયાના વ્યાપારના પણ જેમાં નિરોધ છે એવા નામનું શુકલધ્યાન જેણે મનના અને વચનના વ્યાપારવાળા એ યોગ તદન રૂંધ્યા છે, તથા ત્રીજા કાયયેાગમાં જેણે અર્ધો રૂપ્યા છે એટલે ખાદર ભાગ (ખાદર કાયયોગ) રૂંધ્યો છે એવા જિનને એટલે કેવળીને તેરમા ગુણસ્થાનને અંતે હોય છે. પશુ તે વિહાર અવસ્થામાં હેાતું નથી. કેમકે વિહાર અવસ્થામાં આ યાન કરવા લાયક સ્થિતિના અભાવ હોવાથી કેવળી ધ્યાનરહિતજ હાય છે. અહીં તેમને યોગીના જે નિરાધ કરવા તેરૂપજ ધ્યાન હેાય છે. ૧૬૧. હવે ચેાથેા ભેદ કહે છે.~~~
तुरीयं च समुच्छिन्नक्रियमप्रतिपाति तत् । शैलवन्निष्प्रकंपस्य शैलेश्यं विश्ववेदिनः ॥ १६२ ॥ ભૂલાથે—સર્વથા ઉચ્છિન્ન વ્યાપારવાળું, ફરીથી કદાપી ન પડે તેવું અને શૈલેશી અવસ્થામાં ઉત્પન્ન થનારૂં ચોથું શુકલધ્યાન સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ નામનું છે. તે ધ્યાન પર્વતની જેવા કંપરહિત સર્વજ્ઞને હાય છે. ૧૬૨.
ટીકાર્ચ-જેને વિષે ક્રિયાના એટલે ત્રણે યોગના વ્યાપારના સવૈથા ઉચ્છેદ થયા છે, તથા જેના એટલે આત્મપ્રદેશની નિશ્રળતારૂપ જે ધ્યાનના સિદ્ધિ પ્રાપ્ત થતાં સુધી પ્રતિપાત થતા નથી, તથા જે શૈલેશી અવસ્થામાંજ ઉત્પન્ન થાય છે, તે ચેાથું શુકલધ્યાન છે. તે ધ્યાન મેરૂ પર્વતની જેમ જેના સર્વ આત્મપ્રદેશેા નિશ્ચળ છે એટલે આત્મપ્રદેશનું પણ સ્પંદન થતું નથી એવા વિશ્વને જાણનાર સર્વજ્ઞ કેવળીને હાય છે. ૧૬૨.
હવે તે ધ્યાનનું ફળ કહે છે.—
एतच्चतुर्विधं शुक्लध्यानमंत्र द्वयोः फलम् ।
आद्ययोः सुरलोकातिरन्ययोस्तु महोदयः ॥ १६३ ॥ મૂલાથે—ઉપર કહ્યા પ્રમાણે શુકલધ્યાન ચાર પ્રકારનું છે. તેમાં પહેલા બે ધ્યાનનું ફળ દેવલોકની પ્રાપ્તિરૂપ છે. તથા છેલ્લા બે ધ્યાનનું ફળ મહાદય—માક્ષ છે. ૧૬૩.
ટીકાર્થે—આ પૂર્વે કહેલું ચાર પ્રકારનું શુકલધ્યાન-ઉજ્જ્વળ ધ્યાન હેાય છે. આ શુકલધ્યાનને વિષે પહેલા બે પાદનું ફળ સુરલાકની એટલે મહર્થિક દેવપણાની પ્રાપ્તિરૂપ છે. અને છેલ્લા બે પાનું. ફળ માત્ર એક મહાદય-માક્ષ જ છે. ૧૬૩.
Aho! Shrutgyanam