________________
દેવગુરૂનું વંદન, આવશ્યક, તપસ્યા અને દાનાદિક કર્મ પ્રવર્તે છે એટલે તેવા ભવ્ય પુરૂષે તેવી ક્રિયા પ્રકર્ષે કરીને જ્ઞાનપૂર્વક કરાતી જોવામાં આવે છે, તેને જ એટલે આત્મશુદ્ધિને અનુસરતા પૂર્વોક્ત કિયાજ્ઞાનરૂપ શુભ પરિણામને જ જિનેશ્વરે અધ્યાત્મ કહે છે. ૨૬.
તે અધ્યાત્મની જ સ્પષ્ટતા કરે છે– सामायिकं यथा सर्वचारित्रेष्वनुवृत्तिमत् । . अध्यात्म सर्वयोगेषु तथाऽनुगतमिष्यते ॥ २७ ॥
મૂલાર્થ–જેમ સર્વ ચારિત્રોને વિષે સામાયિકની અનુવૃત્તિ છે, તેમ સર્વ વેગેને વિષે અધ્યાત્મની અનુવૃત્તિ ઈચ્છાય છે. ૨૭.
ટીકાળું–હે વત્સ ! જેમ સામાયિક નામનું ચારિત્ર સર્વ ચારિત્રને વિષે એટલે છેદપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાપ્રખ્યાત નામના ચારિત્રોને વિષે અનુવૃત્તિમાન–યુક્ત છે. અર્થાત્ સામાયિક વિના સર્વ ચારિત્રો અચારિત્ર છે, તે જ પ્રકારે અધ્યાત્મ એટલે પૂર્વોક્ત શુદ્ધ પરિણામના પ્રકારવાળું અન્તઃકરણ સર્વ યોગેને વિષે એટલે મેક્ષ સાધક જ્ઞાન ક્વિાના સર્વ વ્યાપારોને વિષે અનુગત-સંયુક્ત એવું જ તીર્થંકરાદિકે ઈચછે છે. તે અધ્યાત્મ વિના કઈ પણ ધર્મજ્યા મેક્ષસાધક થતી નથી. ૨૭.
પૂર્વોતનું જ સ્પષ્ટીકરણ કરે છે – अपुनर्बन्धकाद्यावद्गुणस्थानं चतुर्दशम् । क्रमशुद्धिमती तावत् क्रियाध्यात्ममयी मता ॥ २८॥
મૂલાથે–અપુનબંધકનામના ચોથા ગુણસ્થાનકથી આરંભીને ચૌદમાં ગુણસ્થાનક સુધી અનુક્રમે શુદ્ધિવાળી જે કિયા પ્રવર્તે છે, તે ક્રિયા અધ્યાત્મમયી જ માનેલી છે. ૨૮.
ટીકાથે જે (પ્રાણી) ફરીથી તીવ્ર પરિણામવડે પાપકર્મ ન બાંધે તે અપુનબંધક કહેવાય છે, મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના ઉદયના અભાવને લીધે તીવ્ર પાપકર્મને પરિણુમ ન હોવાથી ચોથું ગુણસ્થાનક અપુનબંધક કહેવાય છે. તે વિષે કહ્યું છે કે –“જે (પ્રાણી) પ્રાયે તીવ્ર પરિણામ ન કરે, ઘર સંસારને બહુ ન માને અને સર્વત્ર ઉચિત સ્થિતિનું સેવન કરે તે અપુનર્ધધક કહેવાય છે. આ પ્રમાણેના લક્ષણવાળા ચોથા ગુણસ્થાનકથી આરંભીને અયોગ કેવળી નામના ચૌદમા ગુણસ્થાનક સુધી ભવ્ય મુમુક્ષુ જીવોએ કરાતી જે ક્રમશુદ્ધિવાળી કિયા પ્રવર્તે છે. એટલે જેમ જેમ કષાયની હાનિ થાય તેમ તેમ શુભ, શુભ
Aho ! Shrutgyanam