________________
પ્રબંધ.]
થાનાધિકાર. ... હવે છાશ લેવડે ધ્યાન કરવાલાયક ધર્મધ્યાનનું દ્વાર કહે છે તેમાં પ્રથમ ધર્મધ્યાનના ચાર પ્રકાર બતાવે છે.
आज्ञापायविपाकानां संस्थानस्य च चिन्तनात् । धर्मध्यानोपयुक्तानां ध्यातव्यं स्याच्चतुर्विधम् ॥ ११८॥
મૂલાર્થ આસા, અપાય, વિપાક અને સંસ્થાનનું ચિંતવન કરવાથી ધર્મધ્યાનમાં ઉપયુક્ત થયેલા યોગીઓને ચાર પ્રકારે ધ્યાતવ્ય થાય છે. ૧૧૮.
ટીકાર્થ ધર્મમય ધ્યાનને વિષે જેમણે ઉપગ કર્યો છે એવા યોગીઓને-આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન અહીં દરેક પદની સાથે વિચય પદને અધ્યાહાર જાણ. તેથી આજ્ઞાવિચય એટલે જે (આજ્ઞા)નો ભંગ થવાથી રાજાની આજ્ઞાના ભંગની જેમ સંસાર ભ્રમ
દિક મેટું ભય પ્રાપ્ત થાય છે. આજ્ઞા એટલે જિનેશ્વરની આગમરૂપ વાણું, તેને વિશિષ્ટ અથવા વિવિધ પ્રકારનો ચય એટલે નિર્ણય કરવા રૂપ ઉપચય-વૃદ્ધિ જેને વિષે હેય તે આજ્ઞાવિચય ૧. અપાય એટલે જ્ઞાનાદિકને નાશ કરવામાં હેતુરૂપ રાગાદિકનો જે કષ્ટના હેતપણે નિર્ધાર કરે તે અપાયરિચય . વિપાક એટલે કર્મના ઉદયને વિચય ગત્યાદિ રૂપે અવશ્ય દુષ્ટ ફળ આપવાએ કરીને જે નિર્ધાર કરે તે વિપાકવિચય ૩. તથા સંસ્થાનનું એટલે લેકના આકારનું ચિંતવન કરવાથી
એટલે તેમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરવાનો નિશ્ચય કરવાથી સંસ્થાનવિચય ૪. આ પ્રમાણે ધ્યાતવ્ય એટલે ધ્યાન કરવા ગ્ય વસ્તુ ચાર પ્રકારની છે. ૧૧૮.
તેમાં પ્રથમ આજ્ઞાવિચય કહે છે नयभंगप्रमाणाढ्यां हेतूदाहरणान्विताम् ।
आज्ञां ध्यायेजिनेन्द्राणामप्रामाण्याकलंकिताम् ॥११९॥ મૂલાર્થ –નય, ભંગ અને પ્રમાણે કરીને વ્યાસ, હેતુ તથા ઉદાહરણવડે યુક્ત અને અપ્રમાણે કરીને કલંકિત થયેલી નહીં એવી જિનેશ્વરની આજ્ઞાનું ધ્યાન કરવું. ૧૧૯
ટીકાર્થ–પ્રથમ ધ્યાન કરનારે આ પ્રમાણે જિનેશ્વરની આજ્ઞાનું ધ્યાન કરવું કે-હે પ્રાણુ! આ જિનેશ્વરની આજ્ઞા નૈગમ વિગેરે નયે, ભંગ એટલે અર્થના વિકલ્પ અર્થાત્ ચાત ગતિ વિગેરે સાત ભંગીઓ તથા પ્રમાણુ એટલે યથાર્થપણે સમગ્ર જાણવા લાયક પદાર્થના સમૂહને વિષે વ્યાપવું તે પ્રમાણુ, તેથી કરીને જ બીજાએ તેનું ખંડન કરી શકે નહીં એવા પ્રમાણે કરીને વ્યાપ્ત એવી તે જિના
Aho Shrutgyanam
૪૦.