________________
૨૦૮
અધ્યાત્મસાર ભાષાંતર.
[પંચમ
ટીકાર્થ—ડે કૃષ્ણ! મન એટલે અંત:કરણુ મથન કરનારા એટલે સ્વભાવ રૂચિ અને ધર્મનું વિલાન કરનારા સૈન્યની પેઠે અત્યંત ગાઢ અનુબંધવાળું અને અનિવાર્ય વેગવાળું ચંચળ છે. તે મનના નિરોધ વાયુની જેમ હું દુષ્કર માનું છું. ૧૦૧.
શ્રીકૃષ્ણ કહે છે.
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् । अभ्यासेन तु कौंतेय वैराग्येण च गृह्यते ॥ १०६ ॥ મૂલાર્જ-હે મહામાહુવાળા અર્જુન! ખરેખર ચંચળ એવું મન નિગ્રહ થઈ શકે એવું નથી. પરંતુ અભ્યાસે કરીને તથા વૈરાગ્યે કરીને તે મન ગ્રહણ (વા) કરી શકાય છે. ૧૦૬.
ટીકાથે—હૈ મહાબાહુવાળા અર્જુન ! સંદેહરહિત એટલે ખરેખર ચપળ એવું મન મહાકટ્ટે કરીને વશ થાય તેવું છે. તાપણ હું કુંતાના પુત્ર અર્જુન! વારંવાર ભણવું, ભણાવવું, શ્રવણુ કરવું, મનન કરવું વિગેરે મનના નિરોધ કરવાના ઉપાયરૂપ અભ્યાસે કરીને તથા વૈરાગ્યે કરીને એટલે સંસારપરની ઉદાસીનતાએ કરીને તેને યોગીજના વશ કરી શકે છે. ૧૦૬,
असंयतात्मनो योगो दुःप्राप इति मे मतिः ।
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः ॥ १०७ ॥ મૂલાથે—હે અર્જુન ! જેનું મન વશ થયેલું નથી તેને યોગ પ્રાપ છે, એવી મારી બુદ્ધિ છે; અને જેનું મન વશ થયેલું છે એવા પુરૂષ યુનવડે ઉપાયથી યાગને પામી શકે છે. ૧૦૭.
ટીકાર્ય—હે અર્જુન ! યાગ એટલે ધ્યાનરૂપ મોક્ષના ઉપાય અથવા મનની સ્થિરતા શાસ્ત્રોક્ત નિયમથી રહિત મનવાળા અનભ્યાસી મનુષ્યથી પામી શકાય તેવા નથી, એવી મારી બુદ્ધિ-માન્યતા છે. પણ જેનું મન વશ છે એવા પુરૂષને તેા યનવડે ભાવનાદિક ઉપાયથી તે ધ્યાનયોગ પ્રાપ્ત થઈ શકે છે. ૧૦૭.
કહેલા અર્થના સંવાદ' કહે છે.
सदृशप्रत्ययावृत्त्या वैतृष्ण्याद्वहिरर्थतः ।
एतच्च युज्यते सर्व भावनाभावितात्मनि ॥ १०८ ॥ મલાર્જ—બાહ્ય અર્થથી સમાન બધની આવૃત્તિએ કરીને તૃષ્ણા
૧ અનુસરતું વચન.
Aho! Shrutgyanam