________________
પ્રબંધ ]
ધ્યાનાધિકાર.
૩૦૫
દુ:ખને આપનારૂં આ ધ્યાન ધીર પુરૂષાએ તવા ચાગ્ય છે. ૯૮. ૯૯. ટીકાથ——આ રૌદ્રધ્યાનને વિષે ઉત્પન્ન એટલે ઉપશમ નહીં પામેલું અર્થાત્ અનિવાયૅ હિંસાદિકમાં પ્રવૃત્તિરૂપ દોષપણું, તથા ઘણા દોષપણું એટલે બહુતતાએ કરીને ફરી ફરીથી તે અકાર્યમાં પ્રવૃત્તિ રૂપ દોષપણું, તથા નાના પ્રકારના-એટલે ચામડી ઉતવી, આંખ ફાડવી વિગેરે હિંસાદિક ઉપાયાને વિષે વારંવાર પ્રવૃત્તિ કરવારૂપ દોષપણું, તથા મારણ સુધી પ્રવૃત્તિ કર્યા છતાં પણ પશ્ચાત્તાપ નહીં થવા રૂપ દોષપણું એટલે પ્રાણના નાશ કરીને પણ પશ્ચાત્તાપ ન પામવા તે, તથા હિંસાદિકને વિષે એટલે જીવઘાત, ચારી, પરદારા સેવન વિગેરેને વિષે પ્રવૃત્તિ એટલે આહ્ય ઉપકરણે કરીને યુક્ત એવા તે પુરૂષને વાણી અને કાયાવડે અત્યંત આસક્તિ, તથા પાપ કરીને પણ તેના હૃદય, નેત્ર અને સુખની પ્રસન્નતા, નિર્દયપણું, પશ્ચાત્તાપના અભાવ તથા ખીજાની આપત્તિ-દુઃખને વિષે બહુમાન એટલે હૃદયમાં હર્ષિત થયું તે, આ પૂર્વે કહેલાં સમગ્ર ચિન્હા રૌદ્રધ્યાનનાં છે. આ ધ્યાનનું ફળ નરકના દુ:ખને આપે તે છે, એટલે આ ધ્યાન નરકગતિના કસમૂહને આપનારૂં છે. તેથી ધીર એટલે બુદ્ધિમાન પુરૂષાએ તેના ત્યાગ કરવા
લાયક છે. ૯૯, ૯૯.
હવે આ બે ધ્યાનના ઉપસંહાર કરવાપૂર્વક ધર્મધ્યાનના ઉપક્રમ કરે છે.~~
अप्रशस्ते इमे ध्याने दुरन्ते चिरसंस्तुते ।
प्रशस्तं तु कृताभ्यासो ध्यानमारोढुमर्हति ॥ १०० ॥ મૂલા - ——આ બે ધ્યાન દુરંત અને ચિરકાળના પરિચિત છે, અને અપ્રશસ્ત છે તેથી અભ્યાસ કરીને પ્રશસ્ત મ્યાનમાં આરૂઢ થયું યેાગ્ય છે. ૧૦૦,
ટીકાથે—આ પૂર્વે કહેલા આર્ટ અને રૌદ્ર એ બે ધ્યાન દુરંત એટલે જેના મહાદુઃખથી અંત-નાશ થાય તેવાં છે, તથા તેની સાથે જીવાને ચિરકાળના એટલે અનાદિ પરિચય છે, અને તે બન્ને અપ્રશસ્ત એટલે મલીન છે. માટે પ્રયત્નવડે તેમના ત્યાગ કરી ભાવનાદિકવડે શુભ ધ્યાનના અભ્યાસ કરીને ઉત્તમ એવા ધર્મધ્યાનમાં એટલે ચિત્તની એકાગ્રતામાં આરૂઢ થયું ચેાગ્ય છે. ૧૦૦.
હવે એ શ્લાકવડે પ્રશસ્ત ધ્યાનનુંજ પ્રકરણ કહે છે.— भावना देशकालौ च स्वासनालंबनक्रमान् । ध्यातव्यध्यात्र नुप्रेक्षालेश्यालिंगफलानि च ॥ १०१ ॥
Aho! Shrutgyanam
રૂપ