________________
૨૬૮
અધ્યાત્મસાર ભાષાંતર. પંચમમૂલાઈચંચલ અને અસ્થિર મન જે જે સંકલ્પાદિકથી બહાર નીકળે છે, ત્યાંથી તેને નિયમમાં રાખીને (પાછું વાળીને) આત્માને વિષે જ વશ (સ્થિર) કરવું. ૧૬, 1 ટીકાર્થ–ોગી અસ્થિર એટલે એક વિષયમાંથી બીજા વિષયમાં જતું તથા ચપળ એટલે બીજા બીજા ચિંતવનને ગ્રહણ કરવાના સ્વભાવવાળું મન જે જે સંકલ્પરૂપ વ્યાક્ષેપથી બહાર નીકળે છે, તે તે વ્યાક્ષેપથી નિયમમાં રાખીને એટલે જ્ઞાનરૂપી દેરડાવડે બાંધીને તે મનને આત્માને વિષે જ વશ કરે છે-તલ્લીન કરે છે. ૧૬.
ઉપર કહેલા અર્થને સાધવા માટે ક્રિયા કરવા લાયક છે. તે કહે છે – . अत एवादृढस्वान्तः कुर्याच्छास्त्रोदितां क्रियाम् ।
सकलां विषयप्रत्याहरणाय महामतिः ॥ १७ ॥
મૂલાર્થ–તેથી કરીને જ જેનું ચિત્ત બરાબર દઢ નથી એવા મહા બુદ્ધિમાને મનને વિષયો થકી પાછું ખેંચવા માટે શાસ્ત્રમાં કહેલી સમગ્ર કિયા કરવી જોઈએ. ૧૭. ,
ટીકાર્ય–તેથી કરીને જ એટલે ઉક્ત ક્રિયા કરવાથી પણ મનને નિધ થાય છે માટે મહા બુદ્ધિમાન-મોક્ષને ઇચ્છનાર અઢ અંત:કરણવાળાએ-આત્માને વિષે જેનું મન ગાઢ નિશ્ચળ થયું નથી તેણે અર્થાત મનની થેડી સ્થિરતાવાળાએ વિષયની પ્રવૃત્તિથકી મનને પાછું ખેંચવા માટે શાસ્ત્રમાં કહેલી પ્રતિક્રમણદિક સર્વ કિયાએ કરવી. ૧૭.
અદઢ મનવાળાની ક્રિયા ગુણને હેતુ થાય છે, તે વાત દષ્ટાંતવડે બતાવે છે.
श्रुत्वा पैशाचिकी वार्ता कुलवध्वाश्च रक्षणम् । नित्यं संयमयोगेषु व्यापृतात्मा भवेद्यतिः ॥ १८ ॥
મલાઈ–પિશાચની વાર્તાને તથા કુળસ્ત્રીના રક્ષણની વાર્તાને સાંભળીને મેનિએ હમેશાં ચારિત્રના વ્યાપારને વિષે ઉદ્યમી થવું. ૧૮.
ટીકર્થ–મુનિએ પિશાચની એટલે વ્યંતરની કથાને તથા કુળવધૂના એટલે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી પિતાના પુત્રની સ્ત્રીના શીળ રક્ષણને ઉપાય સાંભળીને નિરંતર સંયમના-ચારિત્રના વેગને વિષે વ્યાપારને વિષે જેનો આત્મા ઉદ્યમી છે એવા થવું.
પિશાચ અને કુળવધૂના રક્ષણની કથાઓ નીચે પ્રમાણે-કઈ એક વણિક દરજ શરીર ચિંતા માટે એક વૃક્ષની નીચે જતા હતા. ત્યાં
Aho! Shrutgyanam