SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ અધ્યાત્મસાર ભાષાંતર. પંચમટીકાઈ–દેહ એ ધર્મ કરવાનું સાધન છે, માટે ફક્ત તેના નિર્વહિને જ માટે ભિક્ષાટન એટલે આહારને માટે અટન-ભ્રમણ તથા બહિર્ભુમિએ જવું વિગેરે જે કિયા-ગમનાદિક વ્યાપાર દેખાય છે, તે પણ જ્ઞાનીને-જ્ઞાનયોગવાળાને અસંગને લીધે એટલે અનાદિ કાળના અભ્યાસવાળા સ્વભાવને લીધે તે ક્યિા દેહવડે જ થાય છે. પણ તેને માટે આત્માને પ્રયત્ન કરવો પડતો નથી. અને તેથી તે ક્રિયા ધ્યાનને વિઘાત કરનારી એટલે ધ્યાનની સાથે વિરોધ કરનારી થતી નથી. ૧૧. તે ઉપર દષ્ટાન્ત કહે છે – रलशिक्षाहगन्या हि तन्नियोजनहग्यथा । फलभेदात्तथाचारक्रियाप्यस्य विभिद्यते ॥ १२ ॥ મૂલાથું–જેમ રત પરીક્ષાના અભ્યાસ વખતની દૃષ્ટિ જૂદી હેય છે, અને તે રસની પરીક્ષા કરતી વખતની દષ્ટિ પણ ફળના ભેદને લીધે જાદી હોય છે, તેમ આ જ્ઞાનીની આચાર કિયા પણ ભેદવાળી છે. ૧૨. ટીકાર્ય–જેમ કÁતનાદિક રનોની પરીક્ષાને માટે શિક્ષા એટલે રોના ગુણદોષને પ્રતિપાદન કરનાર ગ્રંથના અભ્યાસને વિષે-તે વખતે જે દષ્ટિ હોય છે એટલે સ્ત્રના જ્ઞાનને માટે જે દષ્ટિ સ્થાપના કરેલી હોય છે, તે જૂદા પ્રકારની હેય છે; અને તે રલની પરીક્ષા કરવા માટે નિગ કરેલી એટલે તેમાં રહેલા ગુણદોષ જોવાને માટે પ્રેરેલી દષ્ટિ પણ જુદી જ હોય છે. અર્થાત અભ્યાસ વખતે માત્ર અભ્યાસ પૂરતી જ દ્રષ્ટિ હોય છે, અને તેમાં રહેલા ગુણદેષ જોતી વખતે અત્યંત પ્રયતવાળી દષ્ટ હોય છે. કેમકે બંનેમાં ફળનો ભેદ છે. એટલે પ્રથમની અને પછીની દષ્ટિના ફળમાં વિશેષ છે. તે જ પ્રમાણે આ જ્ઞાનેગવાળાના આચારની યિા પણ એટલે પૂર્વાપર અવસ્થાના ભેદે કરીને આચારને વ્યવહાર પણ ભેદ પામે છે એટલે અધિક ફળની ઈચ્છાએ કરીને જૂદા જ પ્રકારને પામે છે. ૧૨. હવે અસંગ ક્રિયાનું ફળ કહે છે – ध्यानार्था हि क्रिया सेयं प्रत्याहृत्य निजं मनः। प्रारब्धजन्मसंकल्पादात्मज्ञानाय कल्पते ॥ १३ ॥ . મૂલાર્થિ–તે આ કથાનના પ્રજનવાળી ક્રિયા પ્રારબ્ધ જન્મના સંકલ્પથકી પોતાના મનને પાછું વાળીને આત્મજ્ઞાનને માટે સમર્થ થાય છે. ૧૩. Aho ! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy