________________
અધ્યાત્મસાર ભાષાંતર.
ચતુર્થહવે મોક્ષને વિષે નાસ્તિકવાદને ઉપસંહાર કરે છે– वचनं नास्तिकाभानां मोक्षसत्तानिषेधकम् ।
भ्रान्ताना तेन नादेयं परमार्थगवेषिणा ॥ १३५ ॥ મૂલાર્થ–તેથી કરીને આ નાસ્તિકની જેવા ભ્રાંતિ પામેલાનું મોક્ષની સત્તાને નિષેધ કરનારું વચન પરમાર્થની ગષણું કરનાર પુરૂષ ગ્રહણ કરવા યોગ્ય નથી. ૧૩૫.
ટીકાળું—નાસ્તિક એટલે ચાવક તેની જેવા દેખાતા ભ્રાંતિ પામેલા એટલે વિષયોને વિષે સુખરૂપ, મિથ્યાત્વને વિષે ધર્મરૂપ અને અજ્ઞાનને વિષે જ્ઞાનરૂપ ભ્રમ પામેલાનું મોક્ષની સત્તાને-વિદ્યમાનપણાને નિષેધ કરનારૂં એટલે નિવારણ કરનારૂં અસંગત વચન મેક્ષરૂપ ઉત્કૃષ્ટ પદાર્થની ગવેષણ કરનારે એટલે યથાર્થપણે નહીં જાણેલાનું યથાર્થપણે શાન કરવા માટે પ્રયત્ન કરવાને જેને સ્વભાવ છે એવા પુરૂષે પ્રહણસ્વીકાર કરવા લાયક નથી. ૧૩૫. હવે મોક્ષને ઉપાયને નિષેધ કરનાર કહે છે – न मोक्षोपाय इत्याहुरपरे नास्तिकोपमाः। कार्यमस्ति न हेतुश्चेत्येषा तेषां कदर्थना ॥ १३६ ॥
મૂલાઈ-નાસ્તિકની જેવા બીજા કેટલાક કહે છે કે મોક્ષને ઉપાય છે જ નહીં. તેઓ કાર્યને માને છે અને કારણ માનતા નથી. એ તેઓની મોટી કદર્થના છે. ૧૩૬.
ટીકા–નાસ્તિકની જેવા-ચાવની જેવા બીજા કેટલાક નિયતિ વાદીઓ “ક્ષને ઉપાય એટલે મોક્ષ મેળવવાનું સાધન છે જ નહીં ” એમ કહે છે. તેઓ કહે છે કે મેક્ષ માત્ર નિયતિથી જ સાધ્ય છે. જ્યારે જેનું મિક્ષ થવાનું પ્રારબ્ધ (નિયતિ) હશે ત્યારે જ તેને મોક્ષ થશે, અન્યથા સેંકડે ઉપાયોથી પણ થશે નહીં. આ પ્રમાણે તેઓના મતમાં કાર્ય એટલે મોક્ષરૂપી સાધ્ય વસ્તુ છે, પણ હેતુ એટલે સાધન (કારણ ) નથી. માટે એ તેમની-ઉપાયને નહીં માનતાઓની કદર્થના એટલે મેહ વિટંબણું છે એમ જાણવું. ૧૩૬. કહેલા અર્થને જ કહે છે –
अकस्मादेव भवतीत्यलीक नियतावधेः । कादाचित्कस्य दृष्टत्वाद्वभाषे तार्किकोऽप्यदः ॥ १३७ ॥
Aho! Shrutgyanam