________________
પ્રબંધ. | સમકિત અધિકાર
ર૭ . ત્યારે બૌદ્ધ દર્શનમાં શું છે? તે કહે છે – प्रत्युतानित्यभावे हि स्वतः क्षणजनुधिया। હેનારત સર્વવિયાવિત્રતા મા . ૨૦શા .
મૂલાર્થ–પરંતુ ઉલટું અનિત્યપણું માનવાથી સ્વભાવે કરીને જ ક્ષણિક જન્મની બુદ્ધિવડે હેતુ-યિાના ફળ ઉપર અનાદર થશે અને તેથી કરીને સર્વ ક્રિયા નિષ્ફળ થશે. ૧૦૧.
ટીકાર્થ–ખરેખર ઉલટે પિતે ઈચ્છે લાભ મેળવવા જતાં અને નિષ્ટ થાય છે. કારણ કે જીવની અનિત્યપણે ભાવના કરવાથી-વિચારવાથી અથવા જણાવવાથી સ્વભાવથી જ એટલે પરના ઉપદેશવિના જ “આત્માને ક્ષણસ્થાયી જન્મ છે' એવી બુદ્ધિવડે કિયાના ફળ ઉપર અનાદર થવાથી એટલે પિતે ક્ષિાના ફળને ભેગવનાર નથી એમ ધારીને તેના પર અનાદર થાય છે, અને તેથી કરીને જ્ઞાન, ધ્યાન, તપ, અનુષ્ઠાન વિગેરે સર્વ ક્રિયાની નિષ્ફળતા થાય છે. ૧૦૧. હવે તે બૌદ્ધ દર્શનને ઉપસંહાર કરે છે–
तस्मादिदमपि त्याज्यमनित्यत्वस्य दर्शनम् । नित्यसत्यचिदानन्दपदसंसर्गमिच्छता ॥ १०२॥
મૂલાર્થ–તેથી કરીને નિત્ય, સત, ચિત અને આનંદરૂપ સ્થાનના સંસર્ગને ઈચ્છતા પુરૂષે આ ક્ષણિકવાદીનું દર્શન પણ તજવા યોગ્ય છે. ૧૦૨.
ટકાથે–તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુસમુદાયથી નિત્ય એટલે શાશ્વત-સ્થિર-અવિનાશી, સત્ય એટલે યથાર્થ, ચિદાનંદ એટલે જ્ઞાનરૂપ પરમ આનંદમય સ્થાન એટલે મુક્તિપદના સંબંધને–પ્રાપ્તિને ઈચ્છનાર પંડિત પુરૂષે આ ઉપર કહેલે ક્ષણસ્થાયી વાદીને મત ત્યાગ કરવા ચોગ્ય છે. ૧૦૨. હવે આત્માને એકાંત નિત્ય માનનારા સાંખ્યના મતને કહે છે – न कर्ता नापि भोक्तात्मा कापिलानां तु दर्शने। जन्यधर्माश्रयो नायं प्रकृतिः परिणामिनी ॥ १०३ ॥
મૂલાઈ—કપિલના દર્શનમાં તે આત્મા કર્તા તેમજ ભક્તાનથી. વળી આ આત્મા માયાના ધર્મને આશ્રય પણ નથી, પરંતુ જે તેને આશ્રય છે, તે પરિણામવાળી પ્રકૃતિ (માયા) છે. ૧૦૩.
Aho ! Shrutgyanam