________________
પ્રબંધ.] સમકિત અધિકાર.
૧૯૭ ટકા–ગાઢ રાગાદિક દૂષણવડે જેની બુદ્ધિ દૂષિત થયેલી છે, એવા મિથ્યાષ્ટિની-જિનેશ્વરે કહેલા તત્વને વિષે વિપરીત શ્રદ્ધાવાળા * છની હિંસા-ગ્રહાદિકના આરંભમાં તેનાથી થયેલી જીવ વિરાધના હિંસાના અનુબંધવાળી-હિંસાના ફળને અનુસાર દુર્ગતિને આપનારી થાય છે. તથા તે મિથ્યાદૃષ્ટિની અહિંસા પણું અજ્ઞાનશક્તિના વેગથીજેનાથી જ્ઞાનના ફળરૂપ મેક્ષની પ્રાપ્તિ નથી એવા અજ્ઞાનથી અન્યથા (વિપરીત) વસ્તુના બોધરૂપ શક્તિના સંબંધે કરીને તેવી જ-હિંસા જેવી જ અર્થાત મોક્ષને નહીં આપનારી જ થાય છે. એટલે કે તે અહિંસા પ્રથમ કાંઈક સુખરૂપ ફળ આપીને પછી ઘણું જન્મનાં દુઃખનું કારણ થવાથી હિંસાના અનુબંધવાળી થાય છે. તે પછી હિંસાના ફળ વિષે તે શું કહેવું? ૪૯,
કહેલા અર્થને દષ્ટાંતથી સિદ્ધ કરે છે. – येन स्यान्निह्नवादीनां दिविषदुर्गतिः क्रमात्। हिंसैव महती तिर्यग्नरकादिभवान्तरे ॥ ५० ॥
મલાઈ–જેથી કરીને નિવાદિકેને દેવતાઓમાં પણ દુર્ગતિ પ્રાપ્ત થાય છે, અને ત્યારપછી અનુક્રમે ભવાંતરમાં તિર્યંચ અને નરક વિગેરેમાં મોટી હિંસા પ્રાપ્ત થાય છે, અર્થાત્ તે જીવ હિંસા કરનારા થાય છે. ૫૦.
ટીકાર્ચ–અહીં કેઈ શંકા કરે કે-જે અહિંસા છે તે હિંસાના અનુબંધવાળી કેમ થાય? તેનો જવાબ આપે છે કે જેથી કરીને-કહે. વાશે એવા ઉદાહરણ કરીને નિહવાદિકેનેજિનેશ્વરનાં વચને વિપરીતપણે કહેનારા તથા યથારૂચિ પ્રરૂપણ કરનારા અન્ય દર્શનીઓ વિગેરેને અહિંસાદિક વ્રતનું પાલન કરતાં છતાં પણ આગામી ભવને વિષે દેવ થાય છે તેમાં પણ દુર્ગતિ-કિબિષિકાદિક દેવપણુરૂપ નીચપણની પ્રાપ્તિ થાય છે. એવી ગતિ અહિંસાનું ફળ હોઈ શકે નહીં. તે હિંસાનું જ ફળ છે એમ જાણવું. પછી ત્યાંથી ચવીને અનુક્રમે-જન્મની પરે પરાના ક્રમથી ભૂચર, જળચર, બેચર વિગેરે તિર્યંચ અને રતપ્રભાદિક નરકને વિષે ઉત્પન્ન થઈને આ સંસારની અંદર વારંવાર પડવારૂપ ભમાં મેટી હિંસા-જીવ વિરાધના જ તેને પ્રાપ્ત થાય છે. અર્થાત્ તેમને મિથ્યાત્વના બીજથી પ્રાપ્ત થયેલી પાપની પરિણતિએ કરીને થોડી સંપત્તિમાં પણ મહાઅભિમાન-ગર્વપૂર્વક ભેગાદિકમાં પ્રવૃત્તિ થવાથી પાપની જ પરંપરા પ્રગટ થાય છે. ૫૦.
Aho ! Shrutgyanam