________________
૧૯૪
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ચતુર્થ
વ્યાધિપર ઔષધ આપનાર વૈદ્યને આ પૂર્વે કહેલું હિંસા કર્મનું ફળ શત્રુની જેમ થતું નથી. એટલે શત્રુને દુષ્ટ અધ્યવસાયયુક્ત હાવાથી જેવું અશુભ ફળ આપે છે તેવું અશુભફળ વૈદ્યને પ્રાપ્ત થતું નથી. કહેલા અર્થનું જ ફલિતાર્થ કહે છે.~~~ इत्थं सदुपदेशादेस्तन्निवृत्तिरपि स्फुटा । सोपक्रमस्य पापस्य नाशात्स्वाशयवृद्धितः ॥ ४४ ॥ ભૂલાથે—આ પ્રમાણે સદુપદેશાદિથી, સાપક્રમી પાપના નાશથી અને તેથી પોતાના શુભ અધ્યવસાયની વૃદ્ધિ થવાથી તે હિંસાથકી નિવૃત્તિ પણ પ્રગટ રીતે થાય છે. ૪૪.
ટીકાથે—આ હિંસા અહિંસાનું સ્વરૂપ, ગતિ અને ફળ વિગેરે સમજાવવા પૂર્વક આપેલા સદુપદેશાદિથી હિતકારક ધર્મોપદેશ કરવાથી તથા તે પર શ્રદ્ધા રાખવાથી, ઉપદેશકર્તા ( વક્તા ) અને શ્રોતા એ અન્નેને સેપક્રમ-શુભ પરિણામાદિક વડે સાધવા લાયક એટલે વિનાશ કરવા લાયક પાપકર્મને-અશુભ કર્મના નાશ થવાથી, અને તેથી કરીને પાતાના કરૂણાદિરૂપ અધ્યવસાયની વૃદ્ધિ થવાથી એમ ત્રણ કારણથી તે હિંસાની નિવૃત્તિ પશુ-નિષેધ પણ પ્રગટ રીતે થાય છે, માટે અહિંસા પણ (જૈન શાસનમાં) ઘટે છે–યુક્ત છે. ૪૪,
હવે ચાર લાકવડે અહિંસાની સ્તુતિ કરે છે.— अपवर्गतरोबींजं मुख्याऽहिंसेयमुच्यते ।
सत्यादीनि व्रतान्यत्र जायन्ते पल्लवा नवाः ॥ ४५ ॥ ભૂલાઈ—આ અહિંસા મોક્ષરૂપી વૃક્ષનું બીજ છે, માટે તે મુખ્ય કહેવાય છે, તથા સત્યાદિક વ્રતરૂપ આ વૃક્ષને વિષે નવા પદ્મા ( નવાંકુરા ) ઉત્પન્ન થાય છે. ૪૫.
-
ટીકાથે આ જેનું સ્વરૂપ ઉપર કહેવામાં આવ્યું છે, તથા જેના ગુણા આગળ કહેવામાં આવશે એવી અહિંસા-પ્રાણી પરની દયા જેમાંથી રાગાદિકના સમૂહ નષ્ટ થયા છે એવા અપવર્ગ-મક્ષરૂપી તરૂનું-અક્ષય સુખરૂપ ફળ આપનાર હાવાથી અપવર્ગરૂપ વૃક્ષનું બીજ– ઉત્પત્તિ કારણ છે, માટે તે અહિંસા મુખ્ય-સર્વેમાં પ્રધાન છે એમ તીર્થંકરાદિક કહેછે-ઉપદેશ કરેછે. અને સત્ય એટલે મિથ્યા ભાષણના ત્યાગ વિગેરે મહાત્રતા આ મેક્ષરૂપ વૃક્ષને વિષે નવા પાવાનવા અંકુરો તુલ્ય છે. કારણ કે તે ત્રા અહિંસારૂપ વ્રતના પરિવારરૂપ છે,
Aho! Shrutgyanam