SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર અધ્યાત્મસાર ભાષાંતર. [ ચતુર્થ' ટીકાઈ–આ જિનેશ્વરે કહેલા નિત્યાનિત્ય અને ભિન્નભિન્ન આભસ્વરૂપના નિશ્ચયમાં વ્યાવૃત્તિ-બીજા પર્યાયની ઉત્પત્તિએ કરીને પૂર્વ પર્યાયથી નિવૃત્તિ અર્થાત ઉત્પાદ વ્યયરૂપ વ્યતિરેક દર્શન તથા અન્વય એટલે ધ્રુવ સત્તાવડે સર્વત્ર સંબંધ રાખીને રહેવું, તે (અન્વય-વ્યતિરેક) બન્ને જેના વિષે છે એ અનુભવ એટલે સર્વને પિતાનું સ્વરૂપ પ્રત્યક્ષ જાણવાનું જે જ્ઞાન તે જ સાક્ષી છે–સાક્ષાત દેખનાર છે. જિનાગમને વિષે જે પ્રમાણે કહ્યું છે, તે જ પ્રમાણે પિતાને અને પરને જ્ઞાનાદિકની તરતમતારૂપ વ્યાવૃત્તિ અને કાલાંતરે પોતે કરેલા કાર્યોની સ્મૃતિરૂપ પ્રવૃત્તિને સર્વ કઈ અનુભવે છે, માટે સ્યાદ્વાદપક્ષ જ યુક્તિવાળો ભાસે છે. પરંતુ એકાંત એટલે સર્વથા નિત્ય અથવા સર્વથા અનિત્ય એવા પક્ષના સ્વીકારમાં પ્રવેશ કરતી યુક્તિઓ એટલે સાધક બાધક પ્રમાણુના સ્થાપનવડે અને નિશ્ચય કરવાના પ્રકારે પરસ્પર-પૂર્વાપર સંબંધ રહિત હોવાથી હણાયેલા થાય છે, અર્થાત પ્રથમ નિશ્યિપણાનું કારણ કહીને પછી ક્રિયાનું પ્રતિપાદન કરવાથી વ્યર્થતાને પામે છે. ૪૦, અહીં કેઈ શંકા કરે કે-જૈનમતમાં પણ આત્માનો સર્વથા નાશ થતો નથી, તેથી તેમાં પણ વાસ્તવિક હિંસા કેમ સંભવે? તે શંકાને દૂર કરવા કહે છે पीडाकर्तृत्वतो देहव्यापत्त्या दुष्टभावतः। त्रिधा हिंसागमे प्रोक्ता न हीथमपहेतुका ॥४१॥ મૂલા—બીજાને પીડા કરવાથી, દેહનો નાશ કરવાથી તથા દુષ્ટ પરિણામથી એમ ત્રણ પ્રકારની હિંસા જિનાગમને વિષે કહેલી છે. આ પ્રકારે માનવાથી તે હિંસા હેતુવિનાની નથી-સહેતુક છે. ૪૧. ટીકાઈ–જિનેશ્વરે રચેલા સિદ્ધાન્તમાં જે કે સર્વથા આત્માને નાશ કર્યો નથી, તે પણ પરને દુઃખ ઉત્પન્ન કરવાથી, તથા શરીરને નાશ કરવાથી તથા દુષ્ટ-પરજીવને ઘાત ચિંતવવારૂપ અશુભ અથવસાયથી, એમ ત્રણ પ્રકારે જીવઘાતરૂપ હિંસા કહેલી છે-ગતિ, ફળ અને વિપાક (ઉદય) ને દેખાડવા પૂર્વક કહી છે. કારણ કે કથંચિત્ નિત્ય તથા અનિત્ય અને દેહથી ભિન્ન તથા અભિન્ન એ આત્મા માનવાથી આ કહેલી હિંસાનો સંભવ થઈ શકે છે. આ પ્રમાણે સિદ્ધ થયેલી હિંસા કારણ વિનાની એટલે પરમાર્થપણે ન છતાં કલ્પિત છે એમ નથી; પરંતુ વાસ્તવિક જ છે. ૪૧. Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy