________________
( ૩ ) કરે છે, તેથી ચૌદ લેકે કરીને ધ્યાનસ્તુધિ નામને ત્રીજો અધિકાર કહ્યો છે.
છટ્ઠા પ્રબંધમાં બે અધિકાર છે. ધ્યાનની સ્તુતિ કરનાર પુરૂષ આત્માને (આત્મસ્વરૂપને) નિશ્ચય કરે છે, તેથી એક ને પંચાણું
કે કરીને આત્મનિશ્ચય નામને પ્રથમ અધિકાર કહ્યો છે. આત્માને નિશ્ચય થયા પછી જિનેશ્વરના મતની સ્તુતિ થાય છે, તેથી પંદર લેકે કરીને જિનમતસ્તુતિ નામને બીજો અધિકાર કહ્યું છે.
સાતમા પ્રબંધમાં પણ બે અધિકાર છે. જિનેશ્વરના મતની સ્તુતિ કરનારને અનુભવ થાય છે, તેથી તેતાલીશ લેકે કરીને અનુભવ નામને પહેલો અધિકાર કહ્યો છે. અનુભવવાનું સર્જનની સ્તુતિ કરે છે. તેથી સોળ કે કરીને સર્જનસ્તુતિ નામનો બીજો અધિકાર વર્ણવ્યો છે. (અહીં ગ્રંથ સંપૂર્ણ થાય છે ).
આ ઉપરના વિષથી સ્પષ્ટ જણાય છે કે આ શાસ્ત્ર મનુષ્યને અત્યંત ઉપકારી છે. તેથી આ ગ્રંથને માત્ર શબ્દાર્થ અને ભાવાર્થ અત્રે કહીએ છીએ. તેમાં પ્રથમ ગ્રંથકાર મંગલ કરે છે– ऐन्द्रश्रेणिनतः श्रीमान्नन्दतान्नाभिनन्दनः । उद्दधार युगादौ यो जगदज्ञानपंकतः॥१॥
મૂલાઈ–દેવેન્દ્રોની શ્રેણીઓ વડે નમસ્કાર કરાયેલા શ્રીમાન નાભિરાજાના પુત્ર (ાષભદેવ સ્વામી) આનંદ પામે. કે જે ઋષભસ્વામીએ યુગની આદિમાં અજ્ઞાનરૂપી પંકમાંથી જગતનો ઉદ્ધાર
ટીકાર્થ–ઇન્દ્રો એટલે સૌધમૌદિક દેવકના સ્વામીઓની છેણીએ-સમૂહવડે નમસ્કાર કરાયેલા, શ્રીમાનું એટલે કેવળજ્ઞાન, અષ્ટપ્રાતિહાર્ય અને ચેત્રીશ અતિશયરૂપી લક્ષ્મીવાળા, એવા નાભિનંદન એટલે નાભિ નામના કુલકરના પુત્ર-વંશના આભૂષણરૂપ બહષભસ્વામી આનંદ પામો–-સમૃદ્ધિને પામો. કે જે ભગવાને યુગની આદિમાં એટલે પ્રથમ સમયે જગતને-ત્રણ ભુવનને વિષે રહેલા ભવ્ય જીવોનો અજ્ઞાન એટલે કુબેધ, તે જ મલિનતાનું કારણ હોવાથી પંકસદશ–મહા . કાદવ તેમાંથી ઉદ્ધાર કર્યો છે. ૧
श्रीशान्तिस्तान्तिभिभूयाद्भविनां मृगलाञ्छनः। गावः कुवलयोल्लासं कुर्वते यस्य निर्मलाः ॥ २॥
Aho ! Shrutgyanam