________________
૧૭૬
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થતેવી બીજા કેઈ મતમાં થતી નથી. તેમજ તે અહિંસાની શુદ્ધતા એટલે તેની વિરાધનાના પરિહારને ઉપાય અને તેને બેધ-જ્ઞાન પણ જૈનવાયના જેવું થતું નથી. શાથી થતું નથી? તે કહે છેસંભવનહંસાની ઉત્પત્તિ તથા હિંસક (હિંસા કરનાર) અને હિંસ્ય વિગેરે વિચારયુક્તિપૂર્વક ઘટના તેમાં સંભવતી નથી. એટલે હિંસાદિને અભાવ હોવાથી અહિંસાદિને પણ અભાવજ તેમના મતમાં સિદ્ધ થાય છે. માટે આ જૈનશાસનને વિષેજ હિંસા અહિંસાદિક વિચાર ઘટે છે, એમ અમે કહીએ છીએ. (અહીંથી આરંભીને અભિગમરૂચિ અને વિસ્તારરૂચિરૂપ સમકિતની પ્રરૂપણું જાણવી.) ૧૧.
હવે અસંભવાદિક જ્ઞાનને ઉત્પન્ન કરવાને ઉપાય બતાવવાની ઈચ્છાવાળા ગ્રંથકાર પ્રથમ નવ લેકવડે તેમણે માનેલા અહિંસાદિક ધર્મને બતાવે છે –
यथाऽहिंसादयः पञ्च व्रतधर्मयमादिभिः । पदैः कुशलधर्माद्यैः कथ्यन्ते स्वस्वदर्शने ॥१२॥
મૂલા–અન્ય દર્શનિઓ અહિંસાદિક પાચેને વ્રત, ધર્મ, યમ વિગેરે શબ્દથી તથા કુશળધર્મ વિગેરે શબ્દથી પિતા પિતાના દર્શનમાં જે રીતે કહે છે તે બતાવે છે. ૧૨. '
કીકાળું–જે પ્રકારે તે અન્યદર્શનિઓ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહ એ પાચેને વ્રત, ધર્મ અને યમ વિગેરે શબ્દથી તથા કુશળધર્મ વિગેરે શબ્દથી પિત પિતાના દર્શનમાં કહે છે તે આગળ બતાવે છે. ૧૨.
प्राहुर्भागवतास्तत्र प्रतोपव्रतपञ्चकम् । यमांश्च नियमान् पाशुपता धर्मान् दशाभ्यधुः ॥ १३ ॥ મૂલાથે–તેમાં ભાગવત મતવાળા પાંચ વ્રત અને પાંચ ઉપવ્રત એમ દશે માને છે, અને પાશુપત મતવાળા પાંચ યમ અને પાંચ નિયમ એમ દશ ધર્મને માને છે. ૧૩.
કાઈ–તેમાં એટલે ધર્મના પ્રકાર જાણવામાં ભાગવત ધર્મ વાળા એટલે ભક્તિમાર્ગવાળા પૌરાણિકે અહિંસાદિક પાંચ વ્રત અને સંતેષ વિગેરે પાંચ ઉપવ્રત એમ બન્ને મળીને દશ માને છે. તથા પાશુપત એટલે રૂદ્રના મતવાળા તૈયાયિકે અહિંસાદિક પાંચ યમ અને અક્રોધાદિક પાંચ નિયમ એમ દશ પ્રકારના ધર્મને માને છે. ૧૩.
Aho ! Shrutgyanam,