________________
પ્રબંધ
પપ
શુદ્ધ અનુષ્ઠાન અધિકાર.
गुडखंडादिमाधुर्यभेदवत् पुरुषान्तरे । भेदेऽपच्छादिभावानां दोषो नार्थान्वयादिह ॥ ९२ ॥ મૂલાથે—ગાળ, ખાંડ વિગેરેમાં મધુરતાના ભેદની જેમ આ યોગનેવિષે ઇચ્છાદિક ભાવાના જાદા જાદા પુરૂષામાં ભેદ છતાં પણુ તે ઈચ્છાદિક પદાર્થોના અન્વય ( સંબંધ ) ભૂત હાવાથી તેમાં દોષ નથી, ૯૨.
ટીકાથે—આ યોગવિચારનેવિષે પૂર્વે કહેલા ઇચ્છાદિક ભાવાના એટલે ધર્મના પરિણામના પુરૂષ પુરૂષ પ્રત્યે ભેદ છતાં પણુ-તરતમતા અર્થાત્ ન્યૂનાધિકપણું છતાં પણ તે બધામાં અર્થના-ઇચ્છાર્દિક ભાવાના અન્વય-સંબંધ હાવાથી તે દોષ નથી. એટલે અમુક પુરૂષમાં ઇચ્છાદિક ચાગ છે એમ કહેવાથી દોષ નથી. જેમ ગેાળના ખીજા ગાળ સાથે અને ખાંડના ખીજી ખાંડ સાથે મધુરપણામાં ભેદ છતાં-મીઠાશની તરતમતા છતાં તે સર્વ મધુર જ કહેવાય છે, પણ કડવું કહેવાતું નથી, તેમ અહીં પણ જાણવું. ૯૨.
ઇચ્છાદિક યોગરહિત પુરૂષને સૂત્રાદિક આપવામાં દોષ છે, તે કહે છે.—
येषां नेच्छादिलेशोऽपि तेषां त्वेतत्समर्पणे । स्फुटो महामृषावाद इत्याचार्याः प्रचक्षते ॥ ९३ ॥
મૂલાર્જ—જેઓમાં ઇચ્છાદિક યોગના લેશ પણ ન હોય, તેઓને આ શાસ્ર આપવામાં (શિખવવામાં) પ્રગટ રીતેજ મહા મૃષાવાદ છે, એમ આચાર્યો કહે છે. ૯૩.
ટીડાથે—જે કોઈ સુરભન્યાદિકમાં શ્રદ્ધાદિકના અભાવને લીધે ઇચ્છાદિક યોગને લેશ પણ દેખાતા ન હોય, તેવા દૃઢ મિથ્યાત્વીઓને આ યાગને પ્રતિપાદન કરનાર શાસ્ત્ર તથા વ્રતાદિક યાગ આપવાથી પ્રગટ રીતે મોટું દુર્લભબેાધિના કારણરૂપ મૃષાવાદ લાગે છે—મૃષાવાદના દોષ લાગે છે, એમ હરિભદ્રાદિક આચાયો કહે છે. ૯૩. તેજ દોષને સ્પષ્ટ કરીને મતાવે છે.—— उन्मार्गोत्थापनं बाढमसमञ्जसकारणे ।
भावनीयमिदं तत्त्वं जानानैर्योगविंशिकाम् ॥ ९४ ॥ ભૂલાઈ—અયોગ્ય કારણુ કરવાથી અત્યંત ઉન્માર્ગનું ઉત્થાપન કર્યું એટલે ઉન્માર્ગને જાગૃત કર્યો-ઉઠાડચો એમ જાણુવું. યોગાવંશિકાને જાણનારાઓએ વિચારવાલાયક છે. ૯૪.
આ તત્ત્વ
Aho! Shrutgyanam