________________
( ૭ ). મૂળ ગ્રંથકાર શ્રીમાન યશોવિજય ઉપાધ્યાય તો છેલ્લા બે વર્ષ અગાઉ જ થયેલા છતાં એવા અપૂર્વ વિદ્વાન્ થઈ ગયા છે અને એ મહાત્માએ એવી અપૂર્વ ગ્રંથરચના કરી છે કે તેમને કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યું કે તેવા અન્ય મહાત્માઓની ઉપમા આપીએ તો તે પણ ઘટી શકે તેમ છે. તેમના પારાવાર ઉપકારનું સ્મરણ કરી તેનું અનુમોદન કરવું અને એ મહાત્માને અંતઃકરણથી ધન્યવાદ આપવા સાથે તેમની કૃતિનો સંગ્રહ જાળવી રાખવા પ્રયાસ કરવો એટલું જ આપણાથી બની શકે તેમ છે.
આ ગ્રંથની અંદર એ મહાત્માએ એવું અપૂર્વ રહસ્ય ગુંથેલું છે કે જે ને માટે છઠ્ઠા પ્રબંધમાં ૧૯૨-૯૩-૯૪ શ્લોકમાં, આ રહસ્ય જેવા તેવા પાત્રને આપવાની સ્પષ્ટપણે ના કહે છે. આ શ્લોક ને તેનો અર્થ લક્ષપૂર્વક વાંચવાની અવ ભલામણ કરવામાં આવે છે.
આ પુરતકના વેચાણથી જે દ્રવ્ય નિષ્પન્ન થશે તે દ્રવ્યની રકમના વ્યાજમાંથી નીતિ અને ધર્મ સંબંધી બુક દરવર્ષે મારા વડિલ બંધુ ત્રિભુવનદાસના નામથી અંકિત કરી પ્રસિદ્ધ કરાવવાનો વિચાર છે તે સહજ નિવેદન કરું છું.
આ ગ્રંથ અપૂર્વ રહસ્યવાળો હોવાથી અને ટીકા પણ પંડિતાઈ ભરેલી હોવાથી ભાષાંતર કરવામાં ખલન થવાનો સંભવ છે તો પણ બહુજ સંભાળ પૂર્વક ભાષાંતર કરવામાં ભાષાંતર કર્તાએ ધ્યાન આપ્યું છે. ભાષાંતર શ્રી જૈનધર્મપ્રસારક સભાના શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ પાસે કરાવેલું છે. ભાષાંતર કરાવવામાં, તપાસવામાં અને આ પુસ્તક છપાવવામાં લીધેલા પ્રયાસ માટે શ્રી જૈનધર્મપ્રસારક સભા તથા સભાના પ્રમુખ શેઠ કુંવરજી આણંદજીને અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે.
માર્ગશિર્ષ શુદિ ૧૫ ] સંવત્ ૧૯૭૨.
નરોત્તમદાસ ભાણજી.
મુંબઈ.
Aho ! Shrutgyanam