________________
૧રર.
અધ્યાત્મસાર ભાષાંતર. [૪તીમ1 ટીકાઈ–માતા મમતાને લીધે નિઃશંક-અપવિત્રપણાની શંકારહિત થઈને વિણારૂપ કર્દમથી આર્ટ (વ્યાસ) થયેલા પિતાના પુત્રને ઉલ્લંગમાંથી નીચે ઉતારતી નથી, અને તે પુત્રના વિષ્ટાદિક અપવિત્ર પદાર્થને વિષે પણું પવિત્રપણું જાણે છે- માને છે. ૧૮.
मातापित्रादिसंबन्धोऽनियतोपि ममत्वतः। દમૂનિમવતાં નૈવેચેનવમા ૨૦
મૂલાર્થ–માતા, પિતા, વિગેરેને સંબંધ અનિશ્ચિત છે, તે પણ મમતાને લીધે દઢ ભૂમિરૂપ ભ્રમવાળા પુરૂષોને નિશ્ચિત ભાસે છે. ૨૦
ટીકાર્થ–માતા, પિતા તથા ભાઈ બેન, વિગેરેને સંબંધ-સંયોગ દરેક પ્રભાતમાં સૂર્યોદયની જેમ દરેક ભાવોમાં નિશ્ચિત નથી અર્થાત્ કાયમ રહેનારે નથી–વિનશ્વર છે, તે પણ મમતાને લીધે દઢ ભૂમિ- ' મમતા૩૫ રાગથી રંજિત થયેલી શાસ્ત્રનાં વાકથી પણ બોધ પમાડવાને અશક્ય એવી ચિત્તવૃત્તિમાં થયેલી ભ્રાંતિવાળા–અન્ય પ્રકારે રહેલી વસ્તુને વિષે અન્ય પ્રકારના નિશ્ચયરૂપ બ્રમવાળા મનુષ્યોને તે સંબંધ નિશ્ચિતપણે નિત્યપણે ફુટ રીતે ભાસે છે-કાયમ રહેનારે લાગે છે. ૨૦.
હવે બે લેકવડે તત્વજ્ઞાનપૂર્વક દશીપણું કહે છે – भिन्नाः प्रत्येकमात्मानो विभिन्नाः पुद्गला अपि ।
शून्यः संसर्ग इत्येवं यः पश्यति स पश्यति ॥ २१ ॥ મૂલાર્થ–પ્રત્યેક આત્માઓ ભિન્ન છે, તથા પુગલે પણ આ ત્માથી ભિન્ન છે, તેમને કઈ પ્રકારને સંબંધ છે જ નહીં. એ પ્રમાણે જે જુએ છે તે જ જુએ છે. ૨૧.
ટીકાર્થ–પ્રત્યેક આત્માઓ ભિન્ન ભિન્ન છે–પૃથક પૃથક્ સત્તાના આધારભૂત હેવાથી અન્ય અન્ય છે, તથા પુદ્ગલે પણ-આત્માથી અન્ય અને પરમાણુઓના સંગથી ઉત્પન્ન થયેલા શરીરાદિક પદાર્થો પણ ભિન્ન છે-પરમાર્થપણુએ કરીને આત્માથકી વિશેષ કરીને જૂદા છે–રહિત છે, અને વ્યવહારથી એક ભવનો સંબંધ કેઈને કેઇની સાથે હોય છે, તો પણું સર્વે પદાર્થો પિતાપિતાની સત્તાને ભજનારા હોય છે, એટલે ખરી રીતે તે સંબંધ શૂન્ય જ છે-કેઇની સાથે સંબંધ છે જ નહીં. એ પ્રમાણે ભિન્ન ભિન્ન સત્તાને ભજનારા પદાર્થોને જે પરમાર્થ દષ્ટિએ જુએ છે તે જ તત્વથી જુએ છે-સત ચક્ષવાળે તે જ છે એમ જાણવું ૨૧.
Aho ! Shrutgyanam