________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ તૃતીય
कुन्दान्यस्थीनि दशनान् मुखं श्लेष्मगृहं विधुम् । मांसग्रन्थी कुचौ कुंभौ नो वेत्ति ममत्ववान् ॥ १४ ॥
મૂલાથે--મમતાવાન મનુષ્ય સ્ત્રીઓના અસ્થિમય દાંતને મુન્દ પુષ્પની કળીરૂપ માને છે, તથા રલેષ્મના ગૃહરૂપ મુખને ચંદ્રરૂપ માને છે, તથા માંસની ગ્રંથીરૂપ સ્તનાને સુવર્ણના કળશરૂપ માને છે. ૧૪.
૧૨૦
ટીકાથ——મમતાવાળા પુરૂષ પ્રિયાના હાડકાંના દાંતાને કુંદપુષ્પાની કળીરૂપ જાણે છે, તથા શ્લેષ્મના ગૃહરૂપ પ્રિયાના મુખને પૂર્ણ ચંદ્રમંડળરૂપ જાણે છે, અને માસની ગ્રંથી-સમૂહુરૂપ કાંતાનાં સ્તનોને સુવર્ણના કલશરૂપ જાણે છે. એ પ્રમાણે અવિદ્યમાન વસ્તુને તે જુએ છે. ૧૪.
मनस्यन्यद्वचस्यन्यत् क्रियायामन्यदेव च ।
यस्यास्तामपि लोलाक्षीं साध्वीं वेत्ति ममत्ववान् ॥ १५ ॥ ચૂલાથે—જે સ્ત્રીના મનમાં બીજું, વચનમાં બીજું અને ક્રિયામાં પણ બીજું છે, એવી ચપળ નેત્રવાળી સ્ત્રીને પણ મમતાવાન પુરૂષ
સતી માને છે. ૧૫.
ટીકાર્ય—જે સ્ત્રીના મનમાં પતિથી બીજું કોઈ ઉપપતિ વિગેરે હાય છે એટલે મનથી પરપુરૂષને ચહાતી હોય છેતયા તેણીની વાણી. નેવિષે બીજું એટલે પ્રેમના વચનથી બીજું કાંઈ દ્વેષાદિક હાય છે એટલે કલેશકારી વચના બેલે છે અથવા વચનવડે બીજા પુરૂષને પ્રેમ બતાવે છે અને ફરવામાં બીજું એટલે કરવાલાયક ક્રિયાથી બીજું કાંઈ પેાતાના પતિ વિગેરેનું અનિષ્ટ કરાતું હોય છે. આવા દુષ્ટ સ્વભાવની ચપળ નેત્રવાળી સ્ત્રીને પણ મમતાવાન એટલે આ મારી પ્રિયા છે' એમ માનનાર પુરૂષ તેણીને પરમ સતી છે એમ માને છે. ૧૫. या रोपयत्यकार्येऽपि रागिणं प्राणसंशये ।
*
दुर्वृत्ता स्त्री ममत्वान्धस्तां मुग्धामेव मन्यते ॥ १६ ॥ મૂલાથે—જે દુરાચારી સ્ત્રી પોતાના રાગી પુરૂષને પ્રાણના સંશયવાળા અકાર્યનેવિષે પણ પ્રવર્તાવે છે, તે છતાં મમતાથી અંધ થયેલો મનુષ્ય તેણીને મુખ્ય (ભાળી)જ માને છે. ૧૬,
ટીકાર્થે—જે દુષ્ટ એટલે અહિતકારક સ્ત્રી કે જેણીની દૂષણવાળી વર્તણુક છે તે પેાતાના રાગી-પ્રેમી ભર્તાદિકને પ્રાણુના સંશયવાળા–
૧ જાર પુરૂષ.
Aho! Shrutgyanam