________________
પ્રભંધ ]
મમતા નિરાકરણ:
૧૧૫
શું કાર્ય સિદ્ધ થાય? કાંઈ જ નહીં. તે ઉપર ઢાંત કહે છે.-માત્ર કાંચળીના ત્યાગ કરવાથી સર્પ વિષરહિત થતા નથી. તે જ પ્રમાણે માત્ર વિષયને ત્યાગ કરવાથી મમતાવાળા પુરૂષ ત્યાગી કહેવાતા નથી. ૨.
મમતા હેાય ત્યારે ચુણેાની વૃદ્ધિ પણ થતી નથી, તે કહે છે. कष्टेन हि गुणग्रामं प्रगुणीकुरुते मुनिः । ममताराक्षसी सर्व भक्षयत्येकहेलया ॥ ३ ॥
મૂલાથે—મુનિ મહાકટ્ટે કરીને ગુણસમૂહને ઉપાર્જન કરે છે, તે સર્વ (ગુણા)ને મમતારૂપી રાક્ષસી એક હેલામાંત્રમાં ભક્ષણ કરી જાય છે. ૩.
ટીકાર્ય—મુનિ મહાકણે કરીને-ચિરકાળ સુધી તપસ્યા, વ્રત અને ઇંદ્રિયાને દમન કરવા વિગેરેના પરિશ્રમવડે કરીને પૂર્વોક્ત ગુણાના સમૂહને સજ્જ કરે છે-ઉપાર્જન કરે છે. તે સર્વને-ચિરકાળથી સંચય કરેલા ગુણસમૂહને મમતારૂપી રાક્ષસી-રૂધિર તથા માંસને શેષણ કરનારી રાક્ષસી એક ડેલામાત્રમાંજ ગાઢ મમતારૂપ-અભિલાષારૂપ ઈચ્છાએ કરીને ભક્ષણ કરી જાય છે. ૩.
મમતાને વશ થયેલા પુરૂષ પશુ જેવા હાય છે, તે કહે છે.~~~ जन्तुकान्तं पशुकृत्य द्रागविद्यौषधीबलात् । उपायैर्बहुभिः पत्नी ममता क्रीडयत्यहो ॥ ४ ॥ ભૂલાથે—અહે! મમતારૂપી પની (સ્ત્રી) અવિદ્યારૂપી ઔષધીના અળથી તત્કાળ જીવરૂપી પતિને પશુ જેા બનાવીને ઘણે પ્રકારે માડે છે. ૪.
ટીકાર્ય—અહા ! મહા કષ્ટની વાત છે કે મમતારૂપી પત્ની એટલે જેનાથી વશ કરાયેલા પ્રાણી દુર્ગતિના દુ:સહુ દુ:ખનેવિષે પડે છે. એ મમતા કાંતા'( સ્ત્રી ) તેની ઉત્પત્તિનાં મૂલ કારણભૂત અજ્ઞાનરૂપી ઔષધીના એટલે પ્રભાવવાળી લતાના સામર્થ્યવડે તત્કાળ-પ્રયાસવિનાજ પેાતાના આધારભૂત જીવરૂપી ભર્તાને પશુ જેવા કરીને એટલે ભઠ્યાભક્ષ્ય સર્વનું ભક્ષણ કરનાર, ગમ્ય તથા અગમ્ય સર્વ પ્રત્યે ગમન કરનાર અને વિવેકથી શૂન્ય એવા તિર્યંચસમાન બનાવી દઇને ઘણા ફ્રીડાના પ્રકારાવડે વિડંખનારૂપ ક્રીડા કરાવે છે. એટલે કે મારે માટે અમુક અલંકારાદિક જલદી લાવી આપે।' ઇત્યાદિક સ્ત્રીનાં વચનેાની પ્રેરણાથી મમતાને વશ થયેલા પ્રાણી આનંદથી દોડાદોડ કરે છે. ૪.
Aho ! Shrutgyanam