________________
વૈરાઅન્ય ભેદ. કને વિષે વિરકતા-કમનાથી નિવૃત્તિ પામેલા મુનિઓની દષ્ટિએ પ્રસરતી નથી. એટલે કે તેઓ તેમના સામી દ્રષ્ટિ પણ કરતા નથી, તે પછી આસક્તિ ક્યાંથી જ રાખે? ૮૮.
હવે બે શ્લોકવડે ગન્ધને વિષે નિવૃત્તિને દેખાડે છે– न मुदे मृगनाभिमल्लिकालवलीचन्दनचन्द्रसौरभम् । विदुषां निरुपाधिबाधितस्मरशीलेन सुगन्धिवर्मणाम् ८९
મલાઈ–ઉપાધિ રહિતપણે કામદેવને બાધ કરનાર શાળવડે સુગંધી શરીરવાળા વિદ્વાનને કસ્તૂરી, મલ્લિકા, લવલી, ચંદન અને વનસારની સુગંધ હર્ષને માટે થતી નથી. ૮૯.
ટીકાર્થ–યથાર્થપણે આત્મસ્વરૂપને જાણનાર વિદ્વાનોના શરીર ઉપાધિ રહિત-સમગ્ર કલેશના સમૂહ રહિત અને કામદેવને બાધ કરનાર એવા શીલવડે-સર્વ શુદ્ધ આચારવડે અથવા બ્રહ્મચર્યવડે સુગંધી હોય છે, તેથી તે વિદ્વાને કસ્તૂરી, માલતી પુષ્પ, લવિંગની લતા, ચંદન અને ઘનસાર-કપૂરની સુગંધી આનંદને માટે થતી નથી. ૮.
તેવી સુગંધ કેમ હર્ષને માટે થતી નથી? તેપર કહે છે– उपयोगमुपैति यञ्चिरं हरते यन्न विभावमारुतः। न ततः खलु शीलसौरभादपरस्मिन्निह युज्यते रतिः ॥९॥
મૂલાઈ–જે ચિરકાળ સુધી ઉપયોગને પામે છે, અને જેને વિભાવરૂપી વાયુ હરણ કરતું નથી, તે શીલરૂપી સૌરભ-સુગંધ વિના આ જગતમાં બીજા કેઈને વિષે રતિ-પ્રીતિ કરવી એગ્ય નથી. ૯૦.
ટીકાઈ–ઉપર કહેલું શીળરૂપી સૌરભ ચિરકાળ સુધી ભેગના વ્યવહારને પામે છે. અર્થાત નિર્દોષ શુદ્ધ આચરણથી ઉત્પન્ન થયેલા શીળસૌરભનું અક્ષયપણું હોવાથી તે કાયમ ઉપયોગમાં આવે છે. તથા જે શીળરૂપી સૌરભને વિભાવ–આત્માના હિતને વિષે શત્રુરૂપ એવો જીવના રાગાદિક પરિણામરૂપી વાયુ હરણ કરી શકતો નથી–પુષ્પના સૌરભની જેમ દેશાંતરમાં લઈ જઈ શકતા નથી. કેમકે શુદ્ધ આચારનું આચરણ કરવાથી ઉત્પન્ન થયેલું સૌરભ આત્મસ્વરૂ૫મય હોવાથી વિભાવડે હરણ કરાવું અશકય છે. તેવા શીળરૂપી સૌરભ વિના એટલે શુદ્ધ આચારનું આચરણ કરવામાં પ્રીતિમાન શુદ્ધ પરિણામ તથા બ્રહ્મચર્યરૂપી સમગ્ર ગુણરૂપ સુગંધમય હોવાથી સુગંધી એવા કંડમ વિના
૧. કેસર.
૧૪.
Aho! Shrutgyanam
...
....