________________
અધ્યાત્મસાર ભાષાંતર. [દ્વિતીયમૂલાર્થ–સમ્યક તત્ત્વને જાણનાર, સ્યાદ્વાદના જ્ઞાનવાળા અને મેક્ષના ઉપાયને સ્પર્શ કરનાર એવા તત્ત્વદષ્ટિમાન પુરૂષને જ્ઞાનગર્ભ વૈરાગ્ય થાય છે. પર.
ટીકાર્ય–જેના ગર્ભને વિષે-અંતઃકરણને વિષે જ્ઞાન પરિણમ્યું છે એવું જ્ઞાનગર્ભ વૈરાગ્ય, સમ્યક તત્ત્વને-યથાસ્થિત જીવાજીવાદિ પદાર્થસમૂહને પરિચ્છેદ કરનાર એટલે ઇયત્તાનો નિશ્ચય કરનારા જ્ઞાનવડે પ્રમાણુ કરનાર-જાણનાર તથા સ્યાદ્વાદી–સ્થાત્ એ નિત્ય અનિત્ય વિગેરે વસ્તુના અનંત ધર્મને જણાવનાર અવ્યય છે, તેવડે જે (પુરૂષ) - વસ્તુની પ્રરૂપણ કરે તે સ્યાદ્વાદી, તથા મેક્ષના જે ઉપાય-સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રના વિષયવાળા વ્યાપારે, તેમને સ્પર્શ કરનાર એટલે અંગીકાર કરીને પાલન કરનાર, એવા તત્ત્વદર્શને-તત્ત્વને એટલે સકલ કર્મની ઉપાધિરહિત બ્રહ્મસ્વરૂપી આત્માને જેનાર એવા જીવને થાય છે. પર.
मीमांसा मांसला यस्य स्वपरागमगोचरा। શુદ્ધિ ચાત્ત વૈરાર્થ જ્ઞાનમયુતિ | પર છે.
મૂલાર્થ –જેને તત્વની વિચારણા વડે પુષ્ટ થયેલી અને સ્વપર આગમના વિષયવાળી બુદ્ધિ હોય, તેવા ગીને જ્ઞાનગર્ભ વૈરાગ્ય વૃદ્ધિ પામે છે. પ૩.
ટેકાર્થ–જે ગીને તત્ત્વની વિચારણવડે પુષ્ટ થયેલી એટલે વિશાળતાને પામેલી-માધ્યસ્થપણુવડે ગરિષ્ટ થયેલી તથા સ્વ આગમ -જૈન સિદ્ધાન્ત અને પર આગમ-કપિલાદિકનાં શાસ્ત્ર, તે બન્ને જેને ગોચર છે એટલે તેને યથાર્થ જાણવાવડે કીડાની ભૂમિ સમાન છે, એવી બુદ્ધિ-મતિ જેની હોય તેવા વેગીને જ્ઞાનગર્ભ વૈરાગ્ય ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. પ૩.
હવે વ્યતિરેકવડે તે વૈરાગ્યની સ્પષ્ટતા કરે છે– न स्वान्यशास्त्रव्यापारे प्राधान्यं यस्य कर्मणि । नासौ निश्चयसंशुद्धं सारं प्राप्नोति कर्मणः ॥५४॥
મૂલાર્થ– જે મુનિને સ્વપરશાસ્ત્રના વ્યાપારમાં પ્રાધાન્ય ન હોય, પણ માત્ર ક્વિાને વિષે જ પ્રાધાન્ય હોય, તેવા મુનિ પિતાના શુભ કર્મને પરમાર્થશુદ્ધ ફળને પામતા નથી. પ૪.
ટીકર્થ–જે મુનિને સ્વમતનાં શાસ્ત્રો તથા પરમતનાં શાસ્ત્રોને વિષે વ્યાપાર એટલે અભ્યાસ અને તેના અર્થને વિચાર તેના ઉદ્યમને વિષે
Aho! Shrutgyanam