________________
૯૭૬
સઝાયાદિ સંગ્રહ [૨૪૭૬] કાયા કામિની જીવસ્યું કહઈ સતી તપયારે સુનિનો) મેરી વિનતી વિનતી મેરી સુનહું યારે વિસન સાતઈ પરિહરી જિન ધર્મ રતન સમાન લહિકરી તાસ જતન તુહે કરવું એ વિસન મોટા અછઈ બેટા પામીયઈ જે દુરગતિ ઈસઉ જાનિ પ્રીતમ ! વિસત ડઉ કરૂં પ્રિયજ્યું વિનતી.... જુઓ રમીયા નલ–પાંડવ સહી તેહતણું દુઃખ કવન સકઈ કહી કહિ સકઈ નર દુખ કવણ તેહના દમયંતી–નલ વિરહજ પડયા વનવાસ બારહ વરસ પાંડવ સહયા દુકખ બહુ રડવડયા માઈબાપ પુત્ર કલત્ર બંધવ શીખ તે માની નહીં ઇસઉ જાનિ જુઆ સંગ પરિહરિ ચાલઉ કંત ઘરે સહી... મંસ આહારી નર બહુ રડવઠઈ પંડજ શ્રેણીક જિમ દુરગતી પડઈ પડઈ દુરગતિ મંસ આહારી શ્રેણી મૃગલી હતએ મૃગ મારી પંડ સરાપલીનું એક જગિ વિખ્યાત ઈમ મંસ ભક્ષણે અછઈ દૂષણ દ્વાર દુરગતિનઉં જઈ જે વિસન ચઈ નર વિગૂચઈ કત સે દુરગતિ પડઈ... પ્રિય મદ પરિહરિ મકરિ પ્રમાદએ જેહથી લહીયઈ દુખ અગાધ એ અગાધ દુકખ ઈહલોક પામઇ વિઠલ છાપો તે ફિરઈ મલ-મૂત-વિષ્ટામાંહિ લઈ સાર કઈ તસ નહિ કરાઈ મુખ શ્વાન મૂતઈ વિવર જાણ મૂઢ લેઈ સવાદ એ પર લેક અતિ દુખ સહઈ પ્રાણી કંત મદ પરસાદ એ... કંત સલૂણુડા ઘરિ પાઉધારીયઈ વેશ્યા સંગતિ દૂરિ નિવારીયઈ નિવારી વેશ્યા સંગ પ્રીતમ નેક રંગ પતંગ એ દિન યારી ગાંઠઈ ગરથ દેખી પછઈ થાઈ વિરંગએ એક પુરિસ લંપટ જિસ્યા કુકર અઈઠિ જરિ એ નારીએ ઈ જાનિ કંતા અસુચી વેશ્યા તાસ સંગ નિવારએ ધન વિનતિ ખડી હું બલિહારીયા પિય મેરે તજીયઈ વિસન અહેડીયાં પ્રિય વિસન પારધી પા૫ અધિકઉ તુરત ઈહ દુકખ અનુભવાઈ ભમઈ વિકટ ધાટ ઉદ્યાન વનખંડ ભૂખ તરસ બહુ ભોગવઈ પરલોક નરકે રીવપાઈ, પૂરવ કરમાઈ પેરીયા દશરથરામ વિજોગ લહીયા તજી નાહ વિસન અહેડીયાં... ૬.