________________
વિજય શેઠ વિન્યા શેઠાણીની સઝા
૧૯ ધન ધન શયલ સુહામણે શીલ સમ નહિં કઈ ૨ શીલો દેવ સાનિય કરે શીલથી શિવસુખ હૈઈ રે...ધન ૨ શયલ સુહામ શેઠ વિજય વિજયા ભણી ભગતિમું ભજન દેઈ રે સહસ ચોરાસી સાધના પારણાને ફલ લઈ રે... , માત-પિતા પૂ તેહને એહને શીલ વખાણ રે કેવલીને મુખે જિમ સુ તિમ કહે તે ગુણ જાણ રે... » સહસ ચોરાસી સાધુને
પાર દીયે કેઈ જાય રે કૃષ્ણ શુકલ પક્ષ દંપતી ભજનને ફલ થાય રે.. માતપિતા જબ જાણીયો પ્રગટ હુઆ સંબંધ રે શેઠ વિજય વિજયા લીયે ચારિત્ર અપ્રતિબંધ છે. એ કળશ કેવલને પાસે ચારિત્ર લેઈ ઉદાર
મન મમતા મુકી પાળે નિરતિચાર. ૧૭ આઠ કરમ ખપાવી પામ્યા કેવલનાણુ
તે મુગતે પહંતા દંપતી સુગુણ સુજાણ. ૧૮ તેહના ગુણ ગાવે ભાવે જે નરનાર
તે વંછિત સુખ લહૈ પહુચે ભવને પાર. ૧૯ નાગરી તપગચ્છ શ્રીચંદ્રકતિ સૂરિરાય
શ્રી હર્ષ કીર્તિ સૂરિ જપે તાસ પસાય ઈમ કૃષ્ણપક્ષને શુકલ પક્ષે શીયલ પાળે નિરમા
તે દંપતીના ભાવ સુકે સદા સુભ(સદ) ગુણ સાંભળે જિમ દુરિય દેહગ દૂર જાયેં સુખ થાયે બહુ પરે - વળી સલ(ધવલ) મંગલ મનહ વંછિત કુશલ (સુખ) નિત ઘર અવતરે
[ ૨૧૫૦] શુકલ પક્ષ વિજયા વ્રત લીને શેઠ કિસન પખર જાણી ધન્ય ધન્ય શ્રાવક પુણ્ય પ્રભાવક વિજય શેઠ ને શેઠાણી. સજી શણગાર ચઢી પ્રિયમંદિર હિયે હરખ ઔર તુલસાણી ત્રણ દિવસ મારે વિરતિ તણું છે શેઠજી બોલ્યા મધુરી વાણી... વચન સુણીને નયણું ઢળીયા વદનકમલ થઈ વિલખાણ પ્રેમ ધરી પ્રિતમ એમ બોલે ચિંતા મનમાં કેમ આણી. શુકલ પક્ષે વ્રત લીધા ગુરૂ મુખે તમે હવે પરણો બીજી નારી દૂછ નારી મારે બેન બરાબર ધન્ય ધીરજ તારી જાણું...