________________ પનરતિથિની સઝાયો સુગુરૂ સુદેવ શુદ્ધધર્મનું એવી ત્રીજની રીત... ઉપશમ ચાર કષાયને ચઉવિધ ધર્મ આરાધે પંચવિધ જ્ઞાનની સેવા કરે અનુભવ વ્રત સાધે... છવષકાય સાથે સદા યતના પર થાવે દંડ અનર્થ ધારે નહીં ધરે તો પસ્તાવે. ઈહ પરલોક આદિ છે ભય સાતમેં વારે સાત શિક્ષા વ્રત આદરે આઠ કર્મ ૫ખાલે.. દર્શન જ્ઞાન ચારિત્રના ધરે આઠ આચાર નવ પદારથ લહે તવથી નિયાણા નવ વાર..... આદરે દશવિધ મુનિત દઢ ધર્મ હિત આણું અંગ અગીયારની વાચના લિયે ગુરૂમુખ જાણુ. દ્વાદશ મુનિ પડિમા વહી ક્રિયા ઠાણ તેરવારે ચઉદસ ભેદ જે જીવના અહિંસા ત્રિક ધારે.... ચૌદ ગુણ ઠાણ ફરસી હે પરિપૂર્ણ પ્રકાશે પર ભેદ થઈ આતમાં સદા સિદ્ધિ સંકાશ... ઈણિપેરે પનર તિથિનું ચરી, લહે નિર્મલ રૂપ જ્ઞાન વિમલ ગુણ ગુરૂપદે નમે સુરનર ભૂપ... [1419] સકલ વિદ્યા વરદાયિની શ્રી સરસતી માય અહનિશ તેના પ્રેમનું પ્રણમું (જિન) ગુરૂ પાય. તાસ પસાઈ ગાઈનું પનરઈ તિથિ વારૂ મચ્છર કહેતા નથી માહરી મતિ સારૂ.. પડવા કૂપ સંસારમાં નવિ ઈછઈ પ્રાણી તે સેવ શ્રી સાધુનઈ નિરમલ મતિ આણુંબેધિબીજ તુને આપસઈ વળી કહઈ ધર્મ દુરગતિ પડતે રાખસઈ શીખવાસી મર્મ.. ત્રિહું જગ માંહિ કે નથી એવો ઉપગારી ગરથ વિના જે શીખવે સંયમ મતિ સારી ચિહું ગતિમાંહિ આતમા (જીવ) ભમે અસંતી વાર વિવિધ પણઈ દુખ ભોગવ્યા - નવિ પામે ભવ પાર