________________
४७६
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
[૧૮૬૭/૨] ગડગડ કરતી ગાજી રહી છે મોતની નોબત માથે છતાં ચેતન ! તું સુઈ રહ્યો છે બેદરકારી સાથે... મોટા પુણ્યના મૂલ્ય ખરીદી માનવ દેહની નૌકાજી જલદી ઉતર તું પાર ભવોદધિ નાવ ન થાય જબ ભૂકાજી. આયુષ્ય-ધન-યૌવનની સાથે નિત્ય હરિફાઈ ચાલે છળ જુએ છે જલ્દી જવાની છતાં ચેતન ! તું મ્હાલેછે મૃત્યુનું ચક્કર માથે ભમતું પ્રાણી શું જુએ વિચારીજી ખાવું-પીવું રૂચે નહિં તેને બીજા અકૃત્ય કેમ કારી.. જેમ અંજલિમાંથી નીર ટપકતું ક્ષણક્ષણ ઘટતું જાય તેમ છની આયુષ્ય દેરી સમયે સમયે પાયજી... લાખ ચોરાસી માંહે દીધાં વાર અનંતી ટાજી તોયે મારગને પાર ન આવ્યા છૂટયા ન આંખે પાટાછ.. ક્ષણ ક્ષણ કર્મની આવક મોટી પણ જાવક છે ડીજી કેવી રીતે ઋણમાંથી ઉગર ઉપાય કરતાં કેડી... લંગર વિનાનું વહાણ હંકાયું ઘસડાયું વાયું વંટોળે સુકાન હેકા યંત્ર વિનાનું નાવ ચડયું ચકડે છે” બંદરને નહિં નિશ્ચય કીધો વહાણ હંકાર્ડ જકડીજી દીવાદાંડીની દિશા ન બાંધી હાણ ગયું વચ્ચે રખડીજી. રોકડ વિનાનો વેપાર કીધે ઉધારે કાચું દેવાળુંજી આવક-જાવકનો હિસાબ ન રાખ્યો આખર નીકળ્યું ભોપાળુંછ. લાભના બદલે બોટના ધંધે ગાંઠની મૂડી ગુમાવજી જીંદગી આખી જોખમમાં નાખી દીધી અક્કલ નવિ આવીછ... જળ નિકાલની જગ્યા ન રાખી હેલ ચણા મોટાજી જળ શરણ થયે પાણી ભરાતાં અંતે રહ્યો દેરી લેટેજી પૂર્વની મૂડી વટાવી ખાધી નવીમાં નાખ્યા ન નાણાંછ પુણ્ય ખવાતાં રહ્યું ચ૫ણીયું પાપીના પડીયા કાણાજી... જલ્દી નગરમાં જાવા માટે ચડી બેઠા જઈ ઉટેજી પણ પ્રથમથી માર્ગ ભૂલાયો કેવી રીતે પંથ ખૂટેજી... કયાં જવું? તે યાદ રહ્યું નહિં દિશા ગઈ બદલાઈ ભોમીયાજનને પંથ ન પૂછયો પછે રહ્યા પછતાઈજી...