________________
ભરતચીની બાહુબલિને વિનતિ બાંધવ બાંધવ કહીને એકવાર બોલ તું
નહિ બોલો તો તાતછ અષભની આણ જે નેહભરી દષ્ટિથી મુજને ભેટશે
જેથી મારા જશને ઉગે ભાણજે.. શું મોઢું લઈ જાવું હું વિનીતાપુરીમાં
ભાઈ વિના મને લાગે સુને સંસાર જે ધ્રુસકે રડતાં કંઠથી અક્ષર ગુટતાં
ચકીની આંખે અશ્રુની પડતી હારજે. લઘુભ્રાતાના રાજય કરાવ્યા ખાલસા
તુજ સાથે લડી રૂધિરની કરી નીકજે રાજ્યમદે ભાઈ-ભાઈને સનેહ ત્યજવીયો
લાભના વશથી ભવની ન રાખી બીજે... રાંડયા પછી તે ડહાપણ આ લોકમાં
' એ કહેવત મને લાગુ પડતી થાય જે પશ્ચાતાપને પાર નથી હવે ઉરમાં
મુજ અંતરમાં સળગી ઉઠી છે લાય જે... મોહ ને ખેદના વાય ભરતના સાંભળી
બોલે બાહુબલી સાંભળ ચક્રી નરેશ જે રાજય, રમા ને રાગનીરાગ ક્ષણીકતા
જાણી લીધે મેં સાચે સાધુવેશ જે.. બાહુબલી બોલે છે ભારતની આગળ
મારૂં વ્રત છે હસ્તની રેખા સમાન છે ખેદ તજીને રાજ્ય ભરતનું ભગવો
સત્યવસ્તુનું આજે થયું મુજ ભાન જે... ભગિની ભ્રાતા પિતાના માર્ગે સહુ ગયા
આ ત્યાગ-વૈરાગ્યને ધર્મને થઈને જાણ જે તત્ત્વરમણુતા અનુભવ જ્ઞાનની ભૂમિકા -
| મુનિ મારગ છે અમૂલ્ય ગુણની ખાણજે... મુનિ મક્કમતા જોઈ ભરતજી વાંદતાં
સ્તુતિ કરતા વિનીતા પુરીમાં જાય છે નિર્લેપ રહીને નીતિથી રાજયને પાળતાં
ઉદય કરવા ગુણીના નિત્ય ગુણ ગાય જે