________________
બાર ભાવનાધિકાર ૧૬ ભાવનાની સજઝાયો સંયમ સમિતિ ગુપ્તિ ધારક ચરણ કરણ અભિરામી જ્ઞાનારાધક દુર્મતિ બાધક શિવ સુંદરીના કામી... સુકૃત અને સમતાના સાગર સંતમુનિ ગુણવંતા કુલદીપ ગુણ ગૌરવ કરતાં દેવ સદા જયવંતા....
૧૬. મધ્યસ્થ ભાવના ઢાળ [૧૬૭૨] દૂહા: ભિન્ન ભિન્ન કર્મો કરી ભિન્ન ભિન્ન મતિ થાય
ભિન્ન ભિન્ન સવિ જીવને એહ કર્મને ન્યાય .. શિષ્યાદિ પરિવાર તે વરતે કદી અનુકુલ
કદિ કર્મો વ્યાકુલ બને વરતે તે પ્રતિકૂલ... ભવિયણ સોળમી ભાવના ભાવે મધ્યસ્થ ભાવ ઉદાર રે સમભાવે રહેતાં નવબાંધે ચેતન બંધ પ્રકાર રે.. ભવિયણ૦ ૧. જડમતિ પ્રવચન સુરતરૂ ત્યાગી કુમત ખદિરને બાજે રે દુર્ગતિના દુઃખથી નવ ફૂટે - મદ અભિમાને ગાજે રે.... , ૨. કર્મ બહુલતાથી ન વિચારે હિત શિક્ષા હિતકારી રે તેમની ઉપર રોષ ન કીજે, મધ્યસ્થ વૃત્તિ ધારી રે... , પુણ્યવિના સત્પથ નવ સૂઝે ધર્મભાવના નહિ આવે રે પાપ ઉદયના પ્રબલ પ્રતાપે મઢપણું પ્રગટાવે રે વંદકજન આવી ગુણ ગાવે નિંદક નિંદા રચાવે રે રાગદ્વેષ અંતર નવિ લાવે શમરસ ભાવ જગાવે રે , એ અધ્યાતમ ગુણ અભિરામી જેથી વરે શિવનારી રે કુશલચંદ્રસૂરિ સમતાધારી દીપ દેવ હિતકારી રે. કળશઃ ઈમ વીરવાણુ ધરો પ્રાણ સરસ સ્વાદુ શેલડી
ભાવઠ ભંજન ભવવિહંદન જાણું અમૃત વેલડી એ સોલ સારી હૈયે વિચારી ભાવના નિજભાવને પૂર્ણ સંચિત કર્મ ધોવા ભાવ અમ# લાવજે... શ્રી ગ૭ વડતપતણું નાયક પાર્ધચંદ્ર સૂરીશ્વર નિગ્રંથ ધરી બેધિ દાયક કુશલ ચંદ્ર સૂરિવરા તસ શિષ્ય રાખે શાસ્ત્ર શાખે દીપદેવ જગહિત ભણી ભવિભાવે ભણજો સદા ગણજે છે મેહનાશન દિન મણિ...
૨