________________
૧૩૫
પર્યુષણ પર્વની સજઝાયે મેહ કષાય દાવાનલ સર્વ નિવારીયે ગુરૂ વાણીરસ અમૃત હૃદયે ધારીયે આરંભ સમારભ તજીને દિવસ વીતાવીએ
' ઉપશમરસમાં રહી વ્યાખ્યાન વાગોળીએ... ૨ કર જોડી કહે કામિની પિયુને ખાંતશું કલ્પસૂત્ર ઘરે લાવ ભલિ પરે ભાતશું તે સુણી ચૌદશને દિન હર્ષશું લાવીયે ગુરૂ પાસે રહી વીર વખાણને ધારીએ..૩ તેલાધર દિન ત્રણ કલ્યાણક ચિત્ત ધરે સમતા મન કરી ખરચમાં બહેળું વિત્ત હરેશ આંગી પ્રભુની નિત નિત અતિહિ દીપાવીયે
કરો ભવિયણુ અંતરંગ શુભમન ભાવીયે... ૪ બારસા સૂત્ર સુણુ સંવત્સરી પડિયું કર્મ સંચિત સવિ જાય થાય મન નિર્મળું ચૈત્ય જુહારી સયલ જંતુને ખમાવીએ એમ કરતાં તે સંપદા સઘળી પામી ૫ કાયા વશ કરી વચન વિચારી ભાખીયે ધર્મધ્યાન અંતકરણ માં રાખીયે આઠ દિવસ લગે અમર પડહ વજડાવીયે
પારણે સાતમી વત્સલ કરી ભાવના ભાવીયે.... ૬ ઈણિપરે જે ભવિ કરશે તે લહેશે ઘણું જ સુખ સુદર પામશે તેહ સોહામણું ફતેહ સાગર કહે દિનદિન દેલત વધશે ભવસાગર તરીને શિવસુખ સાધશે...૭
[૧૪૮૦]
સરસતિ સમરૂં શારદ માય તુમપસાય સજઝાય ભણું ચતુર ચોમાસે ભાદ્રવ માસ દિવસ વરસના તીનસે સાઠ અનંત કડી હુઆ કેવલી પર્વ બડે પજુસણ તણે બેલા તેલા ને ઉપવાસ પિસા પડિકમણ જે કરે દેહરે જઈને વાંદે દેવ ચૈત્યવંદના કરો ચિત લાય સતરે ભેદની પૂજા કરે કેસર ચંદન અગર કપૂર કરો સ્નાત્ર મંગલ આરતી ગુરૂ આગળ કીજે ગહુલી
અમરવાણુ દ્યો મુઝ માઈ દેવતણું ગુણ હિયર્ડ ધરૂં.. ચઉવિ સંધની પૂરો આસ છણમેં અરિહંત ટાળ્યા આઠ.. તિણુ પજુસણું થાપ્યા વળી દાન-પુણ્ય-તપ હેસી ઘણે અઠાઈ પચ પંદર માસ ભવભવતણું તે પાતિક હરે.... સાહમ્મતણી નિત કીજે સેવ જિણથી પાપ પૂલાસ્યાં જાય. ધૂપ-દીપ-નૈવેદ્ય ધરો પ્રતિમા પૂજે ઉમે સર... કલ્પસૂત્ર જે વાંચે જતી -ગાવે ગત સદા મન રૂલી...