________________ સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ [૧૪ર૮] પ્રભુ સાથે જે પ્રીત વંછે તે નારી સંગ નિવારો રે કપટની પેટી કામણગારી નિ નરક દુવારો રે... એહની ગત(તિ) એહજ જાણે રખે કઈ સંદેહ (કઈ સંદેહ મ) આણે રે..પ્રભુ અબળા એહવું નામ ધરાવે - પણ સબળાને સમજાવે રે હરિહર બ્રહ્મા પુરંદર (દેવા = સરિખા) તે પણ દાસ કહાવે રે , 2 એક નરને આંખે સમજાવે બીજાશું બોલે કરારી રે ત્રીજાશું કામ કરે તક જોઈ ચિત્ત મોઝારી રે. . 3 વિષય વિલુબ્ધિ ન જુએ વિમાસી ઘટના ઘટતી વાતે રે પરદેશી મુંજની પરે જઈ મળજે એહ સંગાતે રે.. , 4 જાંધ (જંઘા) ચીરીને માંસ ખવડાવ્યું તે પણ ન થઈ તેહની રે મુખની મોઠી દીલની જૂઠી કામિની ન થાયે કેહની રે... , 5 પગલે પગલે મન લલચાવે (નામ પલટાયે) શ્વાસોશ્વાસે જૂઠી રે ગરજ પડે ત્યારે ઘેલી રે થાયે કાજ સરે જાય કુદી રે.... ) કથની (કરણી)એહની કહી ન જાયે કામિની તણી ગતિ ન્યારી રે , વાયું હતું જે નર ગાશે તેણે શિવગતિ વારી (સદ્ગતિ હારી) રે... , 7 લાખ વાતે લલચાવે લંપટ વિરૂઈ વિષની ક્યારી રે જે નર એહના પાસમાં ફસીયા (પડીયા) તે હાર્યા જમવારી રે.. , 8 કેડી જતન કરી કઈ રાખે કામિની (માનિની) મહેલ મોઝારી રે તે પણ તેહને સુતે વેચે ઘડીય ન રહે ધૂતારી રે... , 9 જે લાગી તો સર્વસ્વ લુંટે રૂઠી રાક્ષસી તેલ રે એમ જાણીને અળગા રહેજો ઉદયરતન એમ બોલે રે ) 10 [ 1429] સુણ ચતુર સુજાણુ! પરનારીશું પ્રીત કબૂ નવ કીજીએ હાંરે- જેણે પરનારીશું પ્રીત કરી તેને હૈડે રૂંધણ થાય ઘણી તેણે કુળ મર્યાદા કાંઈ ન ગણુ. સુણ ચતુર૦ 1 હાંરે- તારી લાજ જશે નાત જાતમાં તું તે હલકે પડીશ સહુ સાથમાં એ ધૂમાડો ન આવે હાથમાં એ સાંજ પડે રવિ આથમે તારો જીવ ભમરાની પેર ભમે તને ઘરને ધ કાંઈ ન ગમે ا ه ه