________________
જ્ઞાતા ધમકથાસૂસની સઝાયે લેક વાત કરે નયરમાં ૨ અરિષ્ટ નેમિ અરિહંત મા ખમણ રેવતા ચલે રે કરી સદ્ગતિ પામંત ગતિ પામે પાંચસે બત્તીસ સાધુ સંઘાતે અધિક જગીસ એ વાત સુણી યુધિષ્ઠિર પાસે મુગતિ ગયા નેઈમ તે પ્રકાશે. ૧૩ ભાત-પાણું તે પરઠવી રે સિદ્ધાચલ ગિરિરાયો ચઢી અણસણ પાંડવ લઈ રે બે માસ સંલેખણ થાયે
સલેખણા કરી મુગતિ જાવે સુર–નર જસ ગુણ રંગે ગાવે દ્રૌપદી પણિ ચારિત્ર પ્રતિપાલ માસખમણ સલખણું કરીય સંભાળી.... ૧૪ પાપ આલેઈ આપણે રે કાળ કરીને જાયે બ્રહ્મદેવલે કે સુર થઈ રે દમ સાગરોપમ આયે તિહાંથી ચ્યવી મહાવિદેહે થાસ્ય લેઈ અવતારને શિવપુરિ જાયે સતી અ શિરોમણે દ્રૌપદી નારી નામે નિત લહઈ જ્યકાર , ૧૫ નિયાણું પણ કરવું નહિં રે માઠે ન દેવ આહાર દ્રૌપદી અધિકાર સાંભળી રે સમઝા ચિત્ત નરનારી નરનારી સુણો અધ્યયન એહ સોળ એણિી મનમાં નેહ શ્રી હર્ષવિજય કવિરાજને શીશ પ્રીતિ વિજય કહે ધરીય જગીસ૧૬
૧૭. [૧૦૮૫]. જબૂ પૂછે રે સ્વામી સોહમ કહે અધ્યયન સત્તરમે સારા હથિ સીસ નામે અતિ રૂઅડો સેહે નગર ઉદાર.... જબ પૂછે. ૧ કનકકેતુ તિહાં રાજીએ
વાહણ વ્યાપારી રે લોક વસે તે નગરીમાં સુખીયા અતિઘણું જેહને ધનના રે થેક... , વાહ વ્યાપારી રે મળી કરી એકઠી કરે તે એહવે વિચાર વાહણ ભરીને રે લવણ સમુદ્રમાં ચાલ્યા તેણી રે ઠામ.. વિઘન થયું પણ કુસલે ઉગાર્યા દીઠે કાલી રે દ્વીપ પ્રવહણ નાગરી હેડીઈ ઉતયાં આવ્હાદ્વીપ સમીપ.. સોના રૂપા રે મણિ માણિક ઘણુ-ગરા નહિં પાર અધરયણ તે દ્વિપમાં અતિ ઘણું સોહે વિવિધ પ્રકાર.. તેહજ ઘેડા રે માણસ દેખીને નાસિ વેગળા જાય વિસ્મય પામ્યા રે વણિક તે દેખીને પણિ કાંઈ જોર ન થાય. ઘેડા ઉવેખી રે રયણ લેઈ કરી ભરીયા તાસ ભંડાર વાહણ ભરી નિજનગરિ આવીયા મલિઓ સહુ પરિવાર કનક કેતુ રાજાને ભેટશું આલિ મલિયારે તેહ પૂછે રાજા રે વાત તે દ્વીપની . તેહ પ્રતિ બહુ નેહ.