________________
જ બુસ્વામીની સજઝાયે
૮૩૩
અંતરાય માતા મુજને મત કરે રે માતા! શણુ લાખેણી મારી જાય રે અસાર સંસારે હું કેમ રહું રે માતા જિહાં નિત્ય કર્મ બંધાય રે અંતરાય મુજને કઈ મત કરે રે સંયમથી કમ છૂટાય રે... ૧૬ માત કહે સુત સાંભળે રે ચારિત્ર છે ખાંડાની ધાર રે પરીષહ સહેવા અતિ આકરા રે વળી વિકટ કરવા વિહાર રે, સંયમ ૧૭ નરક નિગદના દુખ ઘણું રે મેં સહ્યાં અનંતીવાર રે તેની તુલનાએ વ્રત દુઃખ નહિં રે ભાવિમાં સુખ કરનાર રે, અંતરાય ૧૮ કેમલ કાયા છે વત્સ! તાહરી રે સહેવાશે કેમ તરસ-ભૂખ રે લેચનું કષ્ટ દારૂણ જિને કહ્યું રે તેમ શીત તાપનાં દુઃખ રે, સંયમ ૧૯ મન દઢતા કરી વિચરશું રે કરી તનની મમતાને દુર રે અનાદિ કાયરતા છેડી કરી રે પાળીશ વ્રત થઈ શૂર રે, અંતરાય ૨૦ આઠે પ્રિયા મળી એમ વિનવે રે હાલા! કેમ મૂકે નિરાધાર રે આપને અમે આત્મા અપીંયા રે અમને આપને આધાર રે, સંયમ ૨૧ જબુ કહે ભામિનીઓ પ્રત્યે રે મેં જાણે અથિર સંસાર રે સાચું સગપણ જે લેખ રે તે યે સંયમ અમ લાર રે, અંતરાય ૨૨ ગુરુ આગળ મેં અંગી કયું રે સાચું શીયલ જે રતન રે ગણું વળી માતા લઘુ બેનડી રે કરવા શીયલનું જતન રે, અંતરાયર૩ છતા ભેગને નાથ! કેમ તજે રે વ્રત છે એ વસમી વાટ રે મેઘકુમાર રહનેમી પરે રે થાશે બહુલે ઉચાટ રે મત કહેજો બેન નાથજીરે નરકનાં દુઃખ જેણે અનુભવ્યા રે તે કેમવં છે કૂડા ભેગ રે સંયમ આપે છે સુખ મેક્ષનાં રે ગાળે છે કર્મના રોગ રે, અંતરાય ૨૫ મદિર સુંદર વન વાડીયે રે સુખકર સર્વ સંગ રે અમ સાથે સુખ રૂડા ભેગે રે ફરી નહિં મળે આ ગરે, અમનેમતકહેજે દેવને દુર્લભ જિને નરભવ કહ્યો રે મહાપુણ્ય મળે છે ઈણવાર રે ક્ષણ એક સુખના કારણે રે પડે કેણ, નરક મઝાર રે, અંતરાય ૨૭ વાડી ગાડી લાડી સર્વ કારમા રે કારમે કુટુંબ જ જાળ રે સાચ ભરેસે નહિં દેહને રે બીજુ સવિ આળ પંપાળ રે . ૨૮ સાથ ન લાવ્યા કાંઈ આપણે રે સાથ ન ચાલે તેમ કાંઈ રે ચેડા રે જીવનના કારણે રે કેણ કરે કમ કમાઈ રે . ૨૯ આઠ કથા કહી ભામિની રે - આઠ કહી જ બુ કુમાર રે બોધ પમાડી પ્રિયા આઠને રે વ્રત લેવા કરી તૈયાર રે, ધન્યકુંવર પરિવારને રે સ-૫૩