________________
ચંદ રાજાની સઝા.
૭૫૭
ઢાળ ૭ [૮૯૩ ભવ નાટક ભરમાવે છે પ્રાણું ભવ નાટક ભરમાવે અગણુત રંગ દીપાવે છે પ્રાણું ભવ નાટક ભરમાવે... ૧ રાય હેમરથ ચંદ વિહોણી આભા જીતવા આવે હાર પામીને વીરમતીના ચરણે શિર ઝુકાવે... હે પ્રાણી- ૨ રાજસભામાં શિવ કુંવર નટ નાટક કરવા આવે સંગીત-હાસ્ય વિવિધ કલાથી સહુજન મન રીઝાવે.... ૩ શિવબાળા નટ પુત્રી. વાંસે ચડી સમતુલા બનાવે એવી રીતે ખેલ કરીને ચંદ તણી જય ગાવે... ૪ દાન ન આપે વીરમતી તે કુટને નવ ભાવે રત્ન કલું ચાંચથી ફેકયું નટ સહુ આનંદ પાવે છે પ બીજે દીન પણ ખેલ કરી નટ ચદ તણો જસ ગાવે કુકડે બીજું કાળું ફેકયું ક્રોધીત વીરમતી થાવે , ૬ ખગ લીધું કુર્કટને હણવા સભા બધી સમજાવે શિવબાબા રાણીને રીઝવવા નાટક ફરી સરજાવે... ૭ નટ પુત્રીને નિજ ભાષામાં કુટ ત્યાં સમજાવે વીરમતી પાસે તું લેજે દાનમાં મુજને ભાવે... , ૮ દાનમાંહી કુકડે મેળવી મંત્રી ત્યાં સમજાવે ચંદરાજ છે કુકડા રૂપે સાચવજે સહુ ભાવે.... , ૯ કુટ રાયને લઈને નટ સહુ દેશ-વિદેશે સીધાવે ગુણાવલીના કીધા આદેશે સામતે સંગે જાવે. , ૧૦ પિતનપુરમાં વહેલી સવારે કુટ શબ્દ સુણાવે તે સુણતાં મંત્રી પુત્રીને પતિ પરદેશ સીધાવે, ૧૧ લીલાવતી કુકડે મંગાવી કડવા વેણ સુણાવે આંસુ લાવીને કુકડે પણ ત્યાં પોતાનું દુઃખ જણાવે ૧૨ પક્ષી રૂપે ચંદને જાણુ ભાઈ કહી બેલાવે નટને સોંપે પ્રેમ કરીને દુઃખ સઘળું વિસરાવે. ૧૩ ઋદ્ધી-સિદ્ધી નટ મેળવતે કુટ રાજ પ્રભાવે ફરતાં-ફરતાં વિમળાપુરીમાં નટ કેરે સંઘ આવે. ૧૪ નેમવિજ્ઞાન કસ્તુરસુરિને પ્રણમું શુદ્ધ સ્વભાવે “ યશેભદ્ર કહે ચંદ પ્રેમલાનું મીલન સુણે ભવિ ભાવે ૧૫