________________
કૃષ્ણ-વાસુદેવ-બલદેવની સઝાય
[૭૭૫ થી ૭૭૯ ] દૂહા : અરિહંત પદ પંકજ નમી કમતણું ગતિ જેહ વર્ણવશું ભલી રીતથી સુણો ભવિ ! સસનેહ કમે સુખ-દુઃખ પામી કમે ભવજંજાળ કમ સકળ ધરે ટળે લહીએ સુખ સુવિશાળ... દાધી નગરી દ્વારિકા
નાઠા હલી મોરાર વનમાં વસતાં દુઃખ સહ્યાં ભાખું તે અધિકાર... ઢાળ : ગ્રીષ્મ કાળના જોરથી રે લાગી તૃષા અપાર કૃષ્ણ કહે બલભદ્રને રે શોધી લાવે તમે વાર રે સૂકે તાળવું આવાર રે નહિં ચાલી શકાય લગાર રે બલભદ્ર કહે તેણી વાર રે કમંતણી ગતિ એવી મેરે લાલ. ૧ લેઈ આવું પણ અમે રે તમે રહેજો સાવધાન એમ કહીને ચાલીયા રે જે પાણીના થાન રે હરિસુતા તેડી જ રાન રે આવી નિદ્રા અસમાન રે એક પિતાંબર પરિધાન રે કર્મતણી ગતિ એવી મેરે લાલ ૧ બલભદ્ર બેલે એમ વળી રે ઊંચું વદન નિહાળ બાંધવની રક્ષા કરે રે
વનદેવી તમે રખવાળ રે તુમ શરણે છે એ બાળ રે તેને જાળવજે સંભાળ રે હું આવું છું તત્કાળ રે કમતણી ગતિ એવી મેરે લાલ ૩. હલી તે પાણી લેવા ગયા રે આ જરા કુમાર ભાવિ ભાવના વેગથી રે રહ્યો વૃક્ષાંતર અવિકાર રે હરિયાદને મૃગલે ધાર રે બાણ મૂકયું આકથી ત્યારે રે વિંધાણો પાદ મોરાર રે કમતણી ગતિ એવી મેરે લાલ ૪ સહસા ઉડી હરિ ભણે છે કે કીધો છલ એહ મારી કેઈએ નવિ હણી રે એટલા દિન પહેલા રેહ રે નામગોત્ર કહે તમે કેડ રે તવ બળે એણી પરે તેહ રે. તું સાંભળજે સનેહ રે કમાણી ગતિ અહી મેરે લાલ , ૫
ઢાળ ૨ ૭િ૭૬] દુહા : જરા કુમાર ભાખે હવે નિજ અવદાત તે વાર કૃષ્ણ નેરેસર સાંભળે - પગમાં પીડા અપાર... ઢાળ : વસુદેવ રાયર ણી જરા રે માયતાય મુજ જાણ રામ કૃષ્ણને ભાઈ વડે રે તે મુજ ભ્રાતા ગુણખાણ રે