________________
અર્થ ? શ્રદ્ધાંજલિ જ આભ ને ધરતી તણું એકીકરણ ક્યાંથી મળે? શાંત્વન પામે હૃદય એવું શરણું મુજ કયાંથી મળે?. ૧ અશ્રુના પ્યાલા ભરી એના પખાળું પાય પણ એ ધર્માભયસાગર તણું મુજને ચરણ કયાંથી મળે?... ૨ કિનારે કાં કરી લીધો ? કિનારે અમને લાવીને મઝા શું આપને આવી દુઃખી અમને બનાવીને... ૩ કહે છે આજ સૌ ભક્તો બધો આંસુ વહાવીને જ૨ દર્શનને આપો આપ પાછાં અહિયાં આવીને.. તમે હાજર નથી તે આ બધું સુનકાર લાગે છે. અહિં છે રોશની તોયે મને અધિકાર લાગે છે... ૫ ખુશીન છે દિવસ પણ દુઃખ, પારાવાર લાગે છે હદયથી શું કહું આજે હૃદય પર ભાર લાગે છે... ૨ જુઓ ખામોશ સરસ્વતી (સામતી) સરિતા પણ નથી વહેતી. નથી આ વૃક્ષ હસતાં કે નથી આ ડાળીઓ હસતી... . મયરની આંખ ભીના છે જુઓ આ ઢેલ પણ રડતી ર છે આ ધરા સાથે ધરા પરની બધી વસ્તી.. બધાનાં વ્યગ્ર દિલમાં અમુઓ ચોધાર લાગે છે હૃદયથી શું કહું આજે હૃદય પર ભાર લાગે છે. હું તમારું સંમીલન થાતાં અમારો રંગ બદલાયે હતાં જે ધર્મ વિહાણાં તેઓને ધર્મ સમજ... ૧૦ ગુરુના નામથી ઉજળો સકલ સંસાર લાગે છે હૃદયથી શું કહું આજે હૃદય પર ભાર લાગે છે.... ૧૧ હૈયું તારું સરલ હતું ને અમૃતથી તરબળ હતું જીવન તારું ધન્ય હતું ને શાંતિથી ભરપૂર હતું. ૧૨ આ સંત ! તને તે લક્ષ્ય થયું ને મૃત્યુ તારું ભણ્ય થયું - આ અગમનિગમનું જ્ઞાન થયું છે તે જ પળે મુજ દુખ ગયું૧૭
વંદન અને વિનતિ જ્ઞાન વિજ્ઞાની યતિ દાના ગુણ ભંડાર : ' અભય સમદર આપને વંદન વારંવાર... : ૧૪. અશોક સુર્યોદયાદિ ઉપર ભાર નાખી ચાલીયા ખબર લેવા આવજે તમે અપૂર સુખમાં મહાલીયા...૧૫ યેગીંદ્રની આ વિનતિ તમે હર્ષ સહ સ્વીકાર ભૂલચૂકને માફ કરીને અમદષ્ટિ વરસાવજે... ૧૬