________________
અઢાર નાતરાની સજઝા
હરે મારે દુજય કામના સૈન્ય ચઢાવણ હાર છે, વેધ રે દગના શર અબ્રાચારીને રે ; હાંરે મારે આ ભવ અપજશ રડવડે દ્રમક સમાન જે,
પરભવમાં તે પામે નરકની બારીને રે લે. ૬ હારે મારે લેજે વાહી ન ગણે નીચ ને ઉંચ જે;
ખૂટે રે ધન ગુટે જનમની પ્રીતડી રે લેઃ હાંરે મારે એક ગ્રહ એક છેડે દિન ઈમ રાત જે,
જાણે રે જગ સહુ એ વેશ્યા રીતી રે લે. ૭ હાંરે ઈમ રસભર રમતા તે વેશ્યાને મુખ જે;
એક દિવસ ઉત્પત્તિ થઈ બિંદુ બાલની રે લે, હાંરે તે દિન કેતા ઈમ રહેતા અશુચિમાંહિ જે, - પહલી રે સ્થિતિ તેને પૂરણ કાળની રે લે. ૮ હાંરે તવ પ્રસવ્યા વેચે બેહુ બાળકની જેડ જે
અભિનવ ને રૂપાળા સુત અને સુતા રે લે, હાંરે ગ્રહ પૂછે પંડિત એમ બે મુખ વાણ જે;
મૂલે રે જનમ્યા તે માય ને દુખતા રે લ. હાંરે ઈમ સાંભળી વેશ્યા ભય પામી તકાલજો,
હા ! હા ! રે એહવા બાળકને શું કરૂં રે ; હાંરે કિમ ન થયા જનકને દુઃખદાયક મુઝ કેમ?
કરે છે. નિજ શિર ઉતરતી તે ખરૂં ? લે. ૧૦ - હારે સહુ કહે છે. તાતથી માત તણું ઘણું હેત જે,
નિર્દય રે નર નારી હોય દયામણી રે ; હરે પણ વિધ્ય તણે વશ નિજ સુત હણવા ફંદ જે.
જો જે રે ઘણું કીધા રાણી ચૂલણ રે લે. હાંરે હવે આપ ઉગારવા વેશ્યાયે કરી બુદ્ધિ જે, મંજુષા નિપાઈ કાષ્ટ તણી ભલી રે લે; હાંરે તવ પટકુલ વીંટી મુદ્રા સહિત ઠવ્યા બાળ જે,
ભીડી રે મંજુષા નવિ દે પલી રે લે. હારે વળી પેટી ગ્રહીને આવી જમુના તટ જે;
મેલી રે તેણે તરતી જલમાંહી તદા રે લે, હાંરે ઈમ પુનરપિ હરખિત આવનિજ આવાસ જે, આખર કે કેહની નહિં નારી સદા રે લે. ૧૩