________________
ઉત્તર ધ્યયનની સાથે
૪૦૧ એ વચને મુનિરાજી સંયત થયો શિર ચિત્ત રે કમ સકલ મલ ટાળીને પામ્યા સુખ અનંત રે જિહાં નહિ જનમને અંતરે સહજ ગુણે વિલસંત રે વાચક રામ કહંત રે ગા એ મિલી સંત રે.. , ૧૦
૧૯ [૪૯] ભવિ તમે વંદે રે મૃગાપુત્ર સાધુન રે બલભદ્ર રાયને નંદ તરૂણ વયે વિલસે નિજ નારીશું રે જિન તે સુર ગુંદ. ભવિ૦૧ એક દિન બેઠા રે મંદિર માળીયે રે દીઠા શ્રી અણગાર પગ અડવાણે રે જયણ પાળતાં રે ટુકાય રાખણહાર. - ૨ તે દેખી પૂરવભવ સાંભી રે નારી મૂકી નિરાશ નિર્મોહી થઈ હેઠે ઉતર્યો રે આ માતની પાસ... - ૩ માતાજી આપ રે અનુમતિ મુજને રે લેસું સંજમ ભાર તન-ધન-જોબન એ સાવ કારમું રે કાર એહ સંસાર.. ૪ તાસ વચન સાંભળી ધરણી ઢળી રે શીતલ કરી ઉપચાર ચેત વન્ય તવ એણીપ ઉરે રે નયણે વહે જલધાર. . ૫ સુણ મુજ જાયા રે એ(શી)સવિ વાતડી રે તુજ વિણ ઘડીય છ માસ ખિણ ન ખમાયે રે વિરહ તાહરે રે તું મુજ સાસ ઉસાસ. . ૬ તુજને પરણાવી રે ઉત્તમ કુળ તણી રે સુંદરી બહુ સુંદર વહુ)સુકુમાળ' વાંક વિહુણી રે કિમ ઉવેખીને રે નાખે વિરહની ઝાળ - ૭ સુણ મુઝ માડી રે મેં સુખ ભોગવ્યાં રે અનંત અનતી વાર જિમ જમ સેવે રે તિમ વધે ઘણું રે એ બહુ (રાત) વિષય વિકાર. ૮ સુણ વત્સ માહરા રે સંજમહીલું રે તું સુકૃમાલ શરીર પરીસહ સહવારે ભંઈ સંથારવું રે પીવું ઊનું રે નીર... - ૯ માતાજી સહ્યાં રે દુ:ખ નરકે ઘણું રે તે મુખે કહ્યાં ન જાય તે એ સંજમ દુઃખ હું નવિ ગણું રે જેહથી શિવસુખ થાય... . ૧૦ વત્સ! તું ગાતું કે પીડી રે તવ કુર્ણ કરયે રે સારી સુણ તું માડી રે મૃગલીની કેણુલીયે રે ખબર તે વનહ મોઝાર... - ૧૧ વન મૃગ જિમ માતાજી અમે વિચરશું રે ઘી અનુમતિ ઈણી વાર ઈમ બહ વચને રે મનાવી માતને રે લીધો સંજમ ભાર... - ૧૨ સમિતિ ગુપ્તિ રૂડી પરે જાળવે રે પાળે શુદ્ધ આચાર કમ ખપાવીને મુગતે ગયા છે શ્રી મૃગાપુત્ર અણગાર... - ૧૩ વાચક રામ કહે એ મુનિતણું રે ગુણ સમર દિન રાત ધન ધન જે એવી કરણી કરે રે - ધન સ માત ને તાત.. ૧૪
સ-૨૬