________________
“તત્ત્વાર્થ સ્વાધ્યાય ગ્રુપ” નો સહકાર :
મારા સ્વાધ્યાયી મિત્રોને હું ખૂબ ધન્યવાદ આપું છું. કેટલાક મિત્રો લગભગ ૪૦-૪૫ માઈલ (one way) ડ્રાઈવ કરીને આવતા હતા. સ્વાધ્યાય ઉપર બધાને સારી પકડ આવ્યા પછી, મને સમગ્ર વિવેચન પુસ્તક રૂપે પ્રકાશિત કરવાની પ્રેરણા મળી. ક્લાસના મિત્રોનો આશય હું સમજી શક્યો કે પુસ્તકનો લાભ વિશ્વના ઘણા જિજ્ઞાસુઓ લઈ શકે. પુસ્તકને તૈયાર કરવામાં અને ભારતથી અમેરિકા સુધી લાવવાની તમામ જવાબદારી અને આર્થિક સહયોગ મારા ક્લાસના તમામ વિદ્યાર્થી મિત્રોએ સ્વેચ્છાએ સહર્ષ સ્વીકાર્યો. તેમની આ જ્ઞાન પ્રસારણની દીર્ધ દૃષ્ટિને હું માન આપું છું. અને પ્રત્યેકનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
સૌથી યુવાન અને IT expert જિશેષ કોઠારીએ પહેલા જ ક્લાસથી વિડીયો ઉતારીને U-Tube ઉપર મૂકવાનું ચાલુ કર્યું. ટૂંક સમયમાં અમેરિકા અને બહારના દેશોમાંથી E-mail આવવાની શરૂ થઈ. શરૂઆતથી અંત સુધી આ કાર્ય અવિરતપણે ચાલુ રાખીને વીડીયોના માધ્યમથી અનેક લોકો ઘેર બેઠા આ લાભ લઈ શકે તેવી સુવિધા આપવામાં જિલ્લેષને ધન્યવાદ, તેનો હું ઘણો જ આભાર માનું છું.
સોનામાં સુગંધ ભળે તેમ તત્ત્વાર્થ અને અન્ય ઓડિયો-વિડીયો, કેલેન્ડર, class notes, exams વગેરે સ્વતંત્ર રીતે જોઈ શકે, તે માટે એક સરસ વેબસાઈટ www.studyjainism.org તૈયાર કરવા બદલ શ્રી નીતિનભાઈ અને શ્રી રાજેષભાઈનો હું અત્યંત આભાર માનું છું. તેમની કપ્યુટરની ઓફિસમાં જ્યારે ઈચ્છા હોય ત્યારે તત્ત્વાર્થની exam, tests વગેરે માટે xerox મશીન use કરવાની મને પરમીટ મળી ગઈ હતી. પુસ્તક માટેનું જરૂરી ફંડ એકત્રિત કરીને અમેરિકા સુધી કેવી રીતે લાવી શકાય તે માટેનું વ્યવસ્થિત આયોજન અને સંચાલન કરવા બદલ શ્રી પ્રવિણભાઈ અજમેરાનો હું ઘણો જ આભાર માનું છું. અમૂલ્ય સલાહ સૂચનો માટે શ્રી હમીરભાઈ વાદીનો આભારી છે.
અમેરિકામાં ફ્રેન્કલીન પાર્ક (ન્યુ જર્સીમાં Vitrag Kalyan Kendra (VKK) nonprofit organization સંસ્થા છે. (Tax exempt ID 86-1050439) આ સંસ્થા જીવદયા અને અન્ય ધાર્મિક કાર્યોમાં પ્રવૃત્ત છે. (veetragkendra@yahoo.com) આ સંસ્થાએ તત્ત્વાર્થસત્રના પુસ્તક માટે donation ચેક સ્વીકારીને પુસ્તકના publication અને distribution નું તમામ કાર્ય સ્વીકાર્યું છે. તે માટે VKK ના પ્રમુખ શ્રી પ્રફુલ્લભાઈનો તથા VKK કમિટીના સભ્યોનો હું ઘણો જ આભાર માનું છું.
- આ પુસ્તકની ૧૫૦૦ કોપી અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી સ્ટીમર દ્વારા ન્યુ જર્સી (USA) સુધી પહોંચાડવાની તમામ જવાબદારી શ્રી મુકેશભાઈ સોમાણી તથા સુશ્રાવક શ્રી હેમંતભાઈ સંઘવીએ ઉપાડી લીધી છે. મુકેશભાઈ તત્ત્વાર્થ સ્વાધ્યાય ગ્રુપના સભ્ય (વિદ્યાર્થી) છે. બંને ભાઈઓનો હું અત્યંત આભારી છું. તેમના આ સત્કાર્ય માટે ખૂબ ખૂબ અનુમોદના.
તત્ત્વાર્થસૂત્રના સ્વાધ્યાયમાં મને સંપૂર્ણ સહકાર આપનાર મારા ધર્મપત્ની પ્રવિણા મહેતાનો હું ઘણો જ આભાર માનું છું. ક્લાસની ફરજ નીભાવવામાં તેણે ઘણી જ મહેનત કરી છે. રેગ્યુલર class