SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ અધ્યાય : ૯, સૂત્ર-૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૪) સૂક્ષ્મસંપરાય ચારિત્ર : સૂક્ષ્મ એટલે અતિશય અલ્પ અને સંપરાય એટલે કષાય (લાભ). અનંતાનુબંધી આદિ બાર (૧૨) કષાયો તથા સંજવલન ક્રોધ, માન અને માયાનો ક્ષય અથવા ઉપશમ કરીને કેવળ સંજ્વલન લોભ જ ઉદયમાં શેષ વર્તે છે. અને તે પણ અતિ સૂક્ષ્મ હોય ત્યારે સૂક્ષ્મસંપરાય ચારિત્ર હોય છે. આ ચારિત્ર દસમા ગુણઠાણે જ આવે છે. કારણ કે ત્યાં જ સૂક્ષ્મસંજવલન લોભ ઉદયમાં વર્તે છે. દશમું ગુણસ્થાનક ઉપશમશ્રેણીમાં અને ક્ષપકશ્રેણીમાં આવે છે. મોહને ઉપશમાવતો ઉપશમાવતો જે જીવ ઉપર ચઢે તે ઉપશમ શ્રેણી અને મોહનો ક્ષય કરતો કરતો જે જીવ ઉપર ચઢે તે ક્ષેપક શ્રેણી. આ કાળે ભરત અને ઐરાવત ક્ષેત્રમાં શ્રેણી ન હોવાથી સૂક્ષ્મસંપરાય ચારિત્ર હોતું નથી. (૫) યથાવાત ચારિત્ર:- જિનેશ્વર ભગવંતોએ એવું કહ્યું છે તેવું ચારિત્ર એટલે કે સર્વથા કષાયના ઉદય વિનાનું (વીતરાગ ભાવવાળું) ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. આ ચારિત્ર ૧૧-૧૨-૧૩ અને ૧૪મા એમ ચાર ગુણઠાણે હોય છે. ૧૧માં ગુણઠાણે મોહનો સર્વથા ઉપશમ હોવાથી અને ૧૨-૧૩-૧૪ ગુણઠાણામાં મોહનો સર્વથા ક્ષય હોવાથી કષાયોના ઉદય વિનાનું વીતરાગ ભાવવાળું સર્વથા શુદ્ધ અને જેવું ભગવંતોએ કહ્યું છે તેવું આ ચારિત્ર છે. તેના છદ્મસ્થ અને કેવલી એમ બે ભેદ છે. અને દરેકના બે - બે ભેદ છે. નીચેના ચાર્ટમાં બતાવ્યા પ્રમાણે કુલ ચાર ભેદ છે. થયાખ્યાત છાસ્થ કેવલી ઉપશાંત ૧૧મુ ગુ.સ્થાન ક્ષાયિક ૧૨મુ ગુ.સ્થાન સયોગી ૧૩મુ ગુ.સ્થાન અયોગી ૧૪મુ ગુ.સ્થાન
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy