________________
શ્રી તવાધિગમ સૂત્રો
સૂત્ર (૧-૧) પ્રયોજન મોક્ષમાર્ગનો નિર્દેશ આ સૂત્રમાં છે. सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः
१-१ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગઃ ૧-૧ સમ્ય-દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ ૧-૧
શબ્દાર્થ ઃ સમ્યગુ = પ્રશસ્ત, સાચુ, દર્શન = શ્રદ્ધા, જ્ઞાન = બોધ, ચારિત્ર = આચરણ, મોક્ષ = કર્મનો સર્વથા ક્ષય, માર્ગ = સાધન, પથ.
સૂત્રાર્થઃ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર આ ત્રણ ગુણોની પ્રાપ્તિ એ મોક્ષમાર્ગ છે.
ભાવાર્થ : ઉપરના ત્રણ ગુણોમાંથી એકનો પણ અભાવ હોય તો મોક્ષ પ્રાપ્ત ન થાય. સમ્યગ્દર્શન એટલે સર્વજ્ઞ અને વીતરાગ એવા તીર્થકર ભગવન્તોએ બતાવેલા તત્ત્વો ઉપર સંપૂર્ણ શ્રદ્ધા કરવી. સમ્યજ્ઞાન એટલે તીર્થકરોએ બતાવેલા જીવ, અજીવ વગેરે તત્ત્વોનો બોધ કરવો. સમ્યક્રચારિત્ર એટલે જ્ઞાનપૂર્વક અસતક્રિયાથી નિવૃત્તિ (હયા નો ત્યાગ) અને સક્રિયામાં પ્રવૃત્તિ કરવી (ઉપાદેયનો સ્વીકાર કરવો).
એક વ્યવહારિક ઉદાહરણથી સમજી લઈએ. બિમારી દૂર કરવા આપણે ડોક્ટર પાસે જઈએ છીએ એટલે કે ડોક્ટર ઉપર શ્રદ્ધા છે. ડોક્ટર જે દવા લખી આપશે તેનાથી બિમારી મટી શકે તે જ્ઞાન પણ છે અને દવા કેવી રીતે અને ક્યારે લેવી અર્થાત્ વિધિપૂર્વક દવા લેવી તેની સમજણ પણ છે. આ ત્રણમાંથી એકના પણ અભાવે બિમારી મટે નહિ. તે જ રીતે આત્મા ઉપર લાગેલા સંપૂર્ણ કર્મો દૂર કરવા માટે એટલે કે મોક્ષ મેળવવા માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર ત્રણે ગુણો જરૂરી છે.
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સાથે જ ઉત્પન્ન થાય છે, સાથે રહે છે અને નાશ પામે તો સાથે જ નાશ પામે છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોય ત્યારે સમ્મચારિત્ર હોય જ એવો નિયમ નથી, પરંતુ સમ્યફચારિત્ર હોય ત્યારે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન નિયમા હોય જ છે.