________________
૧૮૬ અધ્યાય : ૩, સૂત્ર-૧૧
તત્ત્વાર્થાધિગમ સૂત્ર રમ્યક્ષેત્ર પછી હેરણ્યવતક્ષેત્ર પછી ઐરાવતક્ષેત્ર એક એકથી ઉપર ઉત્તર દિશા તરફ રહેલાં છે. (જુઓ ફોરકલર ચિત્ર)
સાત ક્ષેત્રમાં તુલનાત્મક સમાનતા : (૧) ભરત અને ઐરાવત બંને ક્ષેત્રોમાં સમાનતા છે. (૨) હૈમવત અને હૈરણ્યવત બંને ક્ષેત્રોમાં સમાનતા છે. (૩) હરિવર્ષ અને રમ્યફ બંને ક્ષેત્રોમાં સમાનતા છે. (૪) પૂર્વમહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહ બંને ક્ષેત્રોમાં સમાનતા છે.
ભરત અને ઐરાવત ક્ષેત્રની સમાનતા : • ભારત અને ઐરાવત ક્ષેત્રમાં છ આરાનું કાળચક્ર છે. • બંનેમાં છ - છ ખંડ છે. બંનેનો મધ્યખંડ આર્યભૂમિથી યુક્ત છે.
બંનેમાં ૬૩ શલાકા પુરૂષો થાય છે. બંનેમાં મોક્ષમાર્ગ ખુલે છે અને બંધ થાય છે. તે સાત ક્ષેત્રોની વચ્ચે વચ્ચે બે ક્ષેત્રોને છૂટા પાડનારા એવા છે પર્વતો આવેલા છે. તેને વર્ષધરપર્વત કહેવાય છે, જેની ચર્ચા ૩-૧૧ સૂત્રમાં ગ્રંથકારશ્રી કરે છે.
સૂત્ર (૩-૧૧) પ્રયોજનઃ જંબુદ્વિપમાં આવેલા સાત ક્ષેત્રોનું વિભાજન કરનાર છે પર્વતોનું વર્ણન. तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवन्निषधनीलरुक्मिशिखरिणो वर्षधरपर्वताः
३-११ તદ્વિભાજિનઃ પૂર્વાપરાયતા હિમવન્મહાહિમવનિષધનીલફિમશિખરિણો વર્ષધરપક્વતા
૩-૧૧ તવિભાજિઃ પૂર્વ અપર આયતા હિમવતુ-મહાહિમવર્નિષધ-નીલ-રુકિમ-શિખરિણઃ વર્ષધર પર્વતા
૩-૧૧