SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૩, સૂત્ર-૧૦ ૧૮૫ (૨) નંદનવન : મેરૂ પર્વત ઉપર જમીનથી ૫00 યોજન ઉંચાઈએ જતાં નંદનવન આવેલુ છે. (૩) સોમનસવનઃ મેરૂ પર્વતમાં નંદનવનથી ઉપર ૬૨,૫00 યોજન દૂર સોમનસવન આવેલું છે, જ્યાં બીજો કાંડ પૂર્ણ થાય છે. (૪) પાંડુકવાન સોમનસવન થી ૩૬,000 યોજન ઉપર જતાં પાંડુકવન આવે છે, તેમાં ચારે દિશાઓમાં એક એક શિલા છે. પૂર્વ - પશ્ચિમની શિલા ઉપર બે બે સિંહાસનો છે. ઉત્તર-દક્ષિણની શિલા ઉપર એક એક સિંહાસન છે. શિલાઓ ઉપર રહેલા સિંહાસન ઉપર જિનેશ્વર ભગવંતોનો જન્માભિષેક થાય છે. ઉત્તર દિશાના સિંહાસન ઉપર ઐરાવત ક્ષેત્રના તીર્થંકર પ્રભુનો જન્માભિષેક થાય છે. દક્ષિણ દિશાના સિંહાસન ઉપર ભરત ક્ષેત્રના તીર્થંકર પ્રભુનો જન્માભિષેક થાય છે. જ્યારે પૂર્વ-પશ્ચિમ દિશામાં બંને સિંહાસન ઉપર પૂર્વના તથા પશ્ચિમના મહાવિદેહના તીર્થંકર પરમાત્માનો જન્માભિષેક થાય છે. સૂત્ર (૩-૧૦) પ્રયોજન : જંબૂદ્વીપમાં આવેલાં ક્ષેત્રોના નામ. तत्र भरतहैमवतहरिविदेहरम्यकहैरण्यवतैरावतवर्षाः क्षेत्राणि ३-१० તત્ર ભરતહેમવતહરિવિદેહરમ્યëરણ્યવતૈરાવતવર્ષા ક્ષેત્રાણિ ૩-૧૦ તત્ર ભરત-હેમવત-હરિ-વિદેહ-રમ્યફ-હેરણ્યવત ઐરાવત વર્ષા ક્ષેત્રાણિ ૩-૧૦ શબ્દાર્થ તત્ર=ત્યાં (જંબૂદ્વીપમાં), ભરત-હૈમવત-હરિવર્ષ-(મહા)વિદેહ- રમ્યફહૈરણ્યવત-ઐરાવત સાત ક્ષેત્રોના નામ છે. વર્ષા = રહેવાના, ક્ષેત્રાણિ = ક્ષેત્રો છે. સૂત્રાર્થ: તે (જંબૂઢીપ)માં ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યફ, હૈરણ્યવત અને ઐરાવત (એ સાત) ક્ષેત્રો આવેલાં છે. ભાવાર્થ : જંબૂદ્વીપમાં સાત ક્ષેત્રો છે. દક્ષિણ દિશામાં સૌથી નીચે ભરતક્ષેત્ર છે ત્યાંથી ઉત્તર તરફ ક્રમશઃ હૈમવતક્ષેત્ર પછી હરિવર્ષક્ષેત્ર, પછી મહાવિદેહક્ષેત્ર પછી
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy