________________
૧૫૨ અધ્યાય : ૨, સૂત્ર-પર
તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૧) આહાર પર્યાતિ (૨) શરીર પર્યાતિ (૩) ઈન્દ્રિય પર્યાતિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાતિ (૫) ભાષા પર્યાપ્તિ અને (૬) મન પર્યાપ્તિ.
શંકા - છ પ્રકારની પર્યાપ્તિના નામ તમે આપ્યા હવે દરેકનું કાર્ય સમજાવશો?
સમાધાન :- ચોક્કસ. નામ પ્રમાણે દરેક પર્યાપ્તિ કામ કરે છે. છતાં સંક્ષેપમાં સમજી લો. (૧) આહારપર્યાપ્તિ - ઉત્પત્તિ સ્થાને આવતા જ પ્રથમ સમયે યોગ્ય પુગલોને કાર્પણ
શરીર દ્વારા ગ્રહણ કરી તેને ખલ (મળ-મૂત્ર) તથા રસરૂપે પરિણમાવે તે આહાર પર્યાપ્તિ. આ રીતે ગ્રહણ કરેલા આહારને ઓજાહાર કહેવાય છે. શરીર પર્યાપ્તિ - પુદ્ગલના અવલંબનથી જે શક્તિ વડે રસરૂપે થયેલા આહારને રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, વીર્ય એમ સાત ધાતુપણે પરિણાવી શરીર
રૂપે રચે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. (૩) ઈન્દ્રિય પર્યાતિ:- શરીરરૂપે પરિણમેલા પુદ્ગલોમાંથી ઈન્દ્રિય બનાવે તે ઈન્દ્રિય
પર્યાપ્તિ. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ :- ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી શ્વાસોચ્છવાસ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી, શ્વાસોચ્છવાસ રૂપે પરિણાવી વિસર્જન કરવાની શક્તિ જીવ પ્રાપ્ત કરે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. ભાષાપર્યાપ્તિ - જીવ જે શક્તિ વડે ભાષા યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી,
ભાષારૂપે પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ પ્રાપ્ત કરે તેનું નામ ભાષાપર્યાપ્તિ. (૬) મનપર્યાપ્તિ - જીવ જે શક્તિવડે મનને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી, મનપણે
પરિણમાવી વિસર્જન કરે તે શક્તિનું નામ મન પર્યાતિ
નોંધ:- મનુષ્ય અને તિર્યંચ આહાર પર્યાપ્તિ એક સમયમાં સમાપ્ત કરે છે અને પછીની પાંચ પર્યાપ્તિ અંતર્મુહૂર્તકાળે સમાપ્ત કરે છે. દેવ, નારક, ઉત્તરવૈક્રિય અને આહારક શરીર સંબંધી આહાર પર્યાપ્તિ પ્રથમ સમયે, શરીર પર્યાપ્તિ અંતર્મુહૂર્ત અને બાકીની ચાર પર્યાપ્તિ એક એક સમયને આંતરે સમાપ્ત કરે છે.
દરેક જીવને કુલ કેટલા પ્રાણ હોય અને કેટલી પર્યાપ્તિ પૂર્ણ કરે તેનું ટેબલ આગળના પેજ ઉપર દર્શાવેલ છે.